202
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
બિહારમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન હેઠળ રહેલા હિન્દુસ્તાની આવામ મોરચાના પ્રમુખ જીતનરામ માંઝીએ માગણી કરી છે કે જો વેક્સિનેશન સર્ટિફિકેટ ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ હોય તો કોરોનાને કારણે મરનાર દર્દીઓના ડેથ સર્ટિફિકેટ ઉપર પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ હોવો જોઈએ. જીતનરામ માંઝી બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન છે. તેમના આ બફાટને કારણે ભારતીય જનતા પાર્ટી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે. તે NDA ઘટકનો હિસ્સો હોવાને કારણે હવે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી કે નહિ એ સંદર્ભે ભાજપ વિચાર કરી રહી છે.
You Might Be Interested In