ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ઓગસ્ટ 2020
સર્વિસ ટેક્સ ચોરીના કેસમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાનિંગ મેનેજમેન્ટ' (આઈઆઈપીએમ) ના ડિરેક્ટર અરિંદમ ચૌધરી અને તેમની કંપનીના બીજા ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આશરે 23 કરોડ રૂપિયાના ક્રેડિટ સર્વિસ ટેક્સના 'સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ' ના કથિત દાવાની ચૂકવણી નહીં કરવા બદલ, ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.
એક અહેવાલ મુજબ તેને પટિયાલા હાઉસ કોર્ટના ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે તેને 14 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તેમના ઉપર 22.5 કરોડથી વધુની કરચોરી અને બેલેન્સશીટમાં કપટપૂર્વક આવક છુપાવવાનો આરોપ છે. કરચોરી ની ઘટના સામે આવ્યા બાદ ચૌધરી અને તેના સાથીઓની દિલ્હી, તેમજ દેશના અન્ય શહેરો અને વિદેશની મિલકતોની તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ અરિંદમનો આ કંપનીમાં 90 ટકા હિસ્સો છે, જેમાં ગરબડ કરવામાં આવી રહી છે. જ્યારે બાકીનો 10 % હિસ્સો તેની પત્નીનો છે. જણાવી દઈએ કે અરિંદમ ચૌધરીની અગાઉ 14 માર્ચે, બનાવટી મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com