Site icon

Illegal Indian Immigrants: અમેરિકા વધુ 487 ગેરકાયદે રહેનારા ભારતીયોને કરશે ડિપોર્ટ, ભારતે વ્યક્ત કરી ચિંતા…

Illegal Indian Immigrants: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાના અભિયાનના ભાગ રૂપે હવે 487 વધુ ભારતીયોને અંતિમ દેશનિકાલના આદેશ આપવામાં આવ્યા છે. તેમને પણ ટૂંક સમયમાં અમેરિકાથી ભારત પાછા મોકલવામાં આવશે.

Illegal Indian Immigrants 487 Illegal Indian immigrants face final removal orders from US, confirms Foreign Ministry

Illegal Indian Immigrants 487 Illegal Indian immigrants face final removal orders from US, confirms Foreign Ministry

News Continuous Bureau | Mumbai

 Illegal Indian Immigrants:  104 ભારતીયો પછી, અમેરિકા હવે વધુ 487 ભારતીયોને દેશમાંથી હાંકી કાઢવાની તૈયારી રહયુ છે. દરમિયાન, ભારતે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે કોઈપણ પ્રકારના દુર્વ્યવહારની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે અમેરિકામાં રહેતા 487 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં આવી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે.

Join Our WhatsApp Community

 Illegal Indian Immigrants:  અમાનવીય વર્તન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી 

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ મુદ્દે માહિતી આપી. તેમણે કહ્યું કે વિદેશ મંત્રીએ યુએસ અધિકારીઓ દ્વારા શેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ને કાળજીપૂર્વક જોયું છે. આમાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ અમલીકરણ સંબંધિત પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. વિક્રમ મિશ્રીએ એમ પણ કહ્યું કે આ પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે, પરંતુ ભારતે દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકો સાથે કોઈપણ પ્રકારના અમાનવીય વર્તન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

 Illegal Indian Immigrants:  ભારત નાગરિકો સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર સહન કરશે નહીં

અમેરિકાએ ભારતને જાણ કરી છે કે 487 ભારતીય નાગરિકો સામે દેશનિકાલના આદેશો જારી કરવામાં આવ્યા છે. વિક્રમ મિશ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ભારતે અમેરિકી વહીવટીતંત્રને સ્પષ્ટપણે કહ્યું છે કે જો આ નાગરિકો સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર થશે તો ભારત તેને સહન કરશે નહીં. જો આવી કોઈ ઘટના બનશે, તો અમે તેને ઉચ્ચ સ્તરે ઉઠાવીશું અને તાત્કાલિક પગલાં લઈશું.

આ સમાચાર પણ વાંચો:  PM Modi US visit : પીએમ મોદી જશે અમેરિકાના પ્રવાસે, મળશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને.. જાણો સમગ્ર કાર્યક્રમ…

 Illegal Indian Immigrants:  ભારતની ચિંતા વધી 

વિદેશ સચિવે ગેરકાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપતી ગેંગ અને નેટવર્ક સામે નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું, આપણે ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતી આ આખી સિસ્ટમ સામે પગલાં લેવાની જરૂર છે. અમેરિકાથી પરત ફરતા સ્થળાંતર કરનારાઓ સામે અવારનવાર દુર્વ્યવહારની ઘટનાઓ બનતી હોવાથી ભારતની ચિંતા પણ વધી ગઈ છે. સરકાર સુનિશ્ચિત કરવા માંગે છે કે દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે ગૌરવ અને માનવતા સાથે વ્યવહાર કરવામાં આવે.

 

 

IND vs PAK: વર્લ્ડ કપમાં ભારત સામે રમવાથી ડરતું પાકિસ્તાન હવે નમ્યું? ICCની કડક ચેતવણી બાદ PCBએ સમાધાન માટે લંબાવ્યો હાથ
PM Modi Malaysia Visit 2026: વર્ષો બાદ PM મોદી મલેશિયાની ધરતી પર! જાણો કેમ આ પ્રવાસ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે અને શું છે એજન્ડા?
Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Exit mobile version