ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
8 જુલાઈ 2020
પાકિસ્તાને જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર નવો દાવો કર્યો છે કે "કુલભૂષણ જાધવ તેને થયેલ ફાંસીની સજા વિરુદ્ધ સમીક્ષા અરજી દાખલ નથી માંગતા.. પાકિસ્તાની મીડિયા અનુસાર જાધવે તેમની બાકી રહેલી દયા અરજીને વળગી રહેવાનો નિર્ણય લીધો છે."
એડિશનલ એટર્ની જનરલે જણાવ્યું હતું કે "ગઈ 17 જૂન 2020 ના રોજ કુલભૂષણ જાધવને થયેલી સજા વિરુદ્ધ સમીક્ષા અરજી દાખલ કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ જાધવે પોતાના કાનૂની અધિકારનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે. તેમજ બીજા સલાહકાર-મદદગારની ઓફર પણ ભૂષણે નકારી છે"
ઉલ્લેખનીય છે કે કુલભૂષણને માર્ચ 2016 માં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાંથી ધરપકડ કરી હતી. અને 2017 માં ફાંસીની સજા સંભળાવી હતી. પરંતુ ત્યારે સુનાવણીમાં પોતાનો કેસ રજૂ કરવા તેને કોઇ સલાહકાર પણ આપવામાં આવ્યા ન હતા. આ ઘટનાની સામે, 2017 માં ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટનો પોતની વાત રાખી હતી. જુલાઈ 2019 માં, આઈસીજેએ પાકિસ્તાનને જાધવને ફાંસી ન દેવા અને સજા ઉપર ફેરવિચારણા કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદથી પાકિસ્તાને આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com