ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ઓગસ્ટ 2020
ભારત અને નેપાળ વચ્ચે સોમવારે વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી. જેમાં હિમાલયન દેશમાં, ભારત દ્વારા નાણાં પૂરા પાડવામાં આવતા પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે ભારત નેપાળ વચ્ચે નવેમ્બર 2019 પછી પ્રથમ વાર ઉચ્ચ સ્તરની ચર્ચા થઈ હતી. નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીના નિર્ણય પછી બંને પક્ષો વચ્ચે સંવાદ ફરી શરૂ થયો છે.
ભારતીય ટીમનું નેતૃત્વ નેપાળમાં રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ કર્યું હતું, ઓલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના 74 માં સ્વાતંત્ર્ય દિન પર શુભેચ્છા પાઠવવા માટે ટેલિફોન કર્યાના બે દિવસ પછી, નકશા વિવાદ બાદ, પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓએ નેપાળમાં, ભારત દ્વારા અમલમાં મુકાયેલાં વિવિધ વિકાસના પ્રોજેક્ટની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું હતું, . નેપાળની જીવાદોરી સમાન ગણાતા મહેન્દ્રનગરથી મેચી સુધીના, પૂર્વ-પશ્ચિમ હાઇવેના કુલ 1,024 કિમીમાંથી ભારતે 807 કિલોમીટરનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત ભારતે પૂર્વ-પશ્ચિમ હાઇવેના કોહલપુર-મહાકાળી વિભાગમાં 22 પુલ બનાવ્યા હતા.
તમામ પુલ રસ્તા બન્યાં બાદ 2001 માં નેપાળને સોપી દેવામાં આવ્યા હતા. દૂર ગામડાના લોકોને સરળતાથી પ્રવેશ મળે તે માટે નાના નાના વિકાસ પ્રોજેક્ટ્સ પ્રોગ્રામ અંતર્ગત, રૂ. 12.83 કરોડની સહાયથી આઠ ગામ અને રસ્તાઓ તેમજ એક પુલ બનાવવામાં આવ્યો છે. જાણકારોના જણાવ્યા મુજબ હાલમાં રૂ. 20.43 કરોડના ખર્ચે આઠ રસ્તા અને ત્રણ પુલ બનાવવાનું કામ ચાલુ છે. જાન્યુઆરી, 2010 માં બંને દેશોના વિદેશ પ્રધાન મંત્રીની મુલાકાત દરમિયાન, બંને સરકારોએ નેપાળના તેરાઇ વિસ્તારમાં રસ્તાઓના વિકાસ અને નિર્માણ માટેના સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આમ ભારત નેપાળના વિવિધ વિસ્તારોમાં કેટલાં બધાં વિકાસના કર્યો કરી રહ્યું છે તે ઉપરોકત માહિતી પરથી જણાય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
