ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 મે 2020
પ્રધાનમંત્રીના 20 લાખ કરોડના પેકેજમાંથી 8 ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમાં -કોલસો, ખનિજો, સંરક્ષણ પ્રોડક્શન, એરસ્પેસ મેનેજમેન્ટ, એમઆરઓ, વીજ વિતરણ, કંપનીઓ, અવકાશ ક્ષેત્ર, અણુશક્તિ: નો સમાવેશ થાય છે…
@ કોલસા સેકટરમાં 50 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે
@ કોલસા સેકટરમાં સરકારની ઈજારાશાહી હવે ખતમ થશે
@ કોલસા સેકટરમાં રેગ્યુલેશનની જરૂર છે
@ કોલસામાંથી ગેસ બનાવવા ખાસ એકમો સ્થપાશે
@ કોમર્શિયલ માઈનીંગથી કોલસો સસ્તા ભાવે મળશે
@ માઈનીંગમાં નવા 500 બ્લોકની હરાજી થશે
@ ખનીજ સેક્ટરમાં પણ સુધારાઓ કરવામાં આવશે
@ લીઝની ખરીદી અને ટ્રાન્સફરમાં સરળતા લાવવામાં આવશે
@ સંરક્ષણ ક્ષેત્રે મહત્વના સુધારાઓ કરવામાં આવ્યા છે
@ સંરક્ષણ ક્ષેત્રે મેક ઇન ઈન્ડિયાને પ્રોત્સાહન અપાશે
@ સરકારે કેટલાક શસ્ત્રોની આયાત પર પ્રતિબંધ લગાવ્યો
@ સેનાને આધુનિક હથિયારોની જરૂર
@ સ્વદેશી હથિયારોના ઉપયોગ પર ભાર મુકાશે
@ સેનાનું આયાત બિલ ઓછું થાય તેવા પ્રયાસો કરાશે
@ મોદી સરકારે DBT, GST જેવા મોટા બદલાવ કર્યા
@ ઓર્ડિનેન્સ ફેક્ટરી બોર્ડનો સમાવેશ કરવામાં આવશે
@ આ સાથે સંરક્ષણ બાંધકામમાં એફડીઆઈ 49 %થી વધારીને 74 % કરવામાં આવશે.
@ ખાનગી ભાગીદારી માટે વધુ છ એરપોર્ટની હરાજી કરવામાં આવશે
@ 12 એરપોર્ટ પર પ્રા.લિ.ના ખેલાડીઓ દ્વારા 13,000 કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ.