ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.
શુક્રવાર
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતીય સેનામાં કાર્યરત મહિલા અધિકારીઓની મોટી જીત થઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટે 39 મહિલા અધિકારીઓને પરમેનેન્ટ કમિશન આપવાનો આદેશ જાહેર કર્યો છે.
આ સાથે સુપ્રીમ કોર્ટે 25 મહિલા ઓફિસર્સને સ્થાયી કમિશન ન આપવાના કારણો અંગે એક વિસ્તૃત ચાર્ટ આપવાનો નિર્દેશ પણ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કુલ 71 શોર્ટ સર્વિસ કમિશન મહિલા અધકારીઓને સ્થાયી કમિશન આપવામાં આવ્યું ન હતું, જેના વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટ ગયા હતા.