ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ઓગસ્ટ 2020
કાશ્મીર ની કડવી સચ્ચાઈ સામે આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં દર ચાલીસ કલાકે એક જવાન શહીદ થાય છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા માં ભારતના ત્રણ જવાન શહીદ થયા. જેને પગલે એકવાર ફરી સાબિત થયું છે કે લાખ પ્રયત્નો છતાં ઘાટીમાં આતંકવાદીઓ પર લગામ લગાવાઇ શકી નથી.
જોકે ચાલુ વર્ષે સુરક્ષાકર્મીઓએ 'ઓપરેશન ઓલ આઉટ' હેઠળ 140 થી વધુ આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે. આથી હવે આતંકવાદીઓ મરણીયાં થયા છે. કાશ્મીરમાં આતંકવાદીઓનો આ ખેલ પાછલા 32 વર્ષથી ફેલાઈ રહ્યો છે. 32 વર્ષોમાં 8000 થી વધુ જવાનો શહીદ થયા છે. એટલા તો હિન્દુસ્તાન પાકિસ્તાન ના યુદ્ધમાં પણ શહીદ નથી થયા.
આનો અર્થ એ થયો કે જમ્મુ-કાશ્મીરમાં દર 40 કલાકે એક સૈનિક શહીદ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ચાર યુદ્ધો થયા છે. તેમાં કુલ 7500 સૈનિકો શહીદ થયા છે. આથી આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં વધુ સૈનિકો શહીદ થયા છે એ સ્પષ્ટ છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com