ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 જૂન 2021
શુક્રવાર
લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા શશી થરૂરે ચૂંટણી પ્રચારમાં સૌથી વધુ નાણાં ખર્ચ્યા હતા. ચૂંટણી પંચ (ઇસી) દ્વારા તાજેતરમાં તૈયાર કરાયેલા આંકડા મુજબ, તમામ ઉમેદવારોએ 2019ની લોકસભા ચૂંટણીમાં પોતપોતાના ચૂંટણી પ્રચાર પાછળ કુલ 775 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ડેટા ઉમેદવારો દ્વારા મોકલેલા ખર્ચની વિગતોના આધારે છે.
કોંગ્રેસના નેતા શશી થરૂર કેરળના તિરુવનંતપુરમથી સતત ત્રીજી વખત ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. તેમણે ચૂંટણી પંચને મોકલવામાં આવેલા અહેવાલમાં જણાવ્યું છે કે તેમણે ચૂંટણી પ્રચારમાં કુલ 69.94 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. કોઈપણ વિજેતા ઉમેદવારનો આ સૌથી વધુ ખર્ચ છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં, 8054 ઉમેદવારોએ 543 બેઠકો પર પોતાનું નસીબ અજમાવ્યું હતું.
ઉપલબ્ધ માહિતી મુજબ, કોઈપણ એક સંસદીય ક્ષેત્રનો મહત્તમ ખર્ચ ફરીદાબાદ લોકસભા મત વિસ્તારનો હતો. જ્યારે ઉમેદવારોએ સૌથી ઓછો ઉત્તર ગોવામાં ખર્ચ કર્યો છે. ફરીદાબાદમાં તમામ ઉમેદવારોએ રૂ. 2.91 કરોડ ખર્ચ કર્યા છે. ઉત્તર ગોવામાં તમામ ઉમેદવારોએ ફક્ત 59.84 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. 2019 ની લોકસભાની ચૂંટણીમાં, મોટાભાગના રાજ્યોમાં ઉમેદવાર દીઠ ખર્ચ કરવાની મહત્તમ મર્યાદા 70 લાખ રૂપિયા હતી.
રેલવેએ પ્રવાસીઓને પૂછ્યો આ સવાલ; હાથ ધર્યો છે આ સર્વે, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ યાદીમાં બીજા ક્રમે ભાજપના તિરથસિંહ રાવત ઉત્તરાખંડના ગથવાલથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ચૂંટણી પંચને મોકલવામાં આવેલા તેમના ડિકલેરેશનમાં જણાવ્યું હતું કે તેમણે ચૂંટણી પ્રચારમાં 69.85 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.