ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુન 2020
ગયા વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યુ છે, ત્યારબાદથી પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. જે અંગે ભારતે જીનીવા ખાતે UN માં વિરોધ નોંધાવ્યો છે. ભારતના સ્થાઈ પ્રતિનિધિ સેંથિલ કુમારે કહ્યું કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે.. ભારતે UNHRC ના 43 માં સત્રમા કહ્યું કે – પાકિસ્તાન, દક્ષિણ એશિયાનો એકમાત્ર એવો દેશ, જ્યાં સરકાર નરસંહાર કરાવે છે.. પાકિસ્તાનને કોઈની પર પણ આરોપ લગાવતા પહેલા પોતાની અંદર એક ડોકિયું કરી લેવું જોઈએ.
આ સાથે જ ભારતે પાકિસ્તાન ને સાફ શબ્દોમાં કહ્યું કે, બલૂચિસ્તાનમાં મોટા પાયે લોકો ઉપર હિંસા થઈ રહી છે. આ હિંસા સરકાર તરફથી જ કરાવાઈ રહી છે. લોકોને સ્થાનીક જગ્યા છોડવા માટે મજબૂર કરાઈ રહ્યા છે. ત્યાં મિલેટ્રી કેમ્પ્સ અને ડિટેન્શન સેન્ટર કામ કરી રહ્યા છે. કોર્ટમાં રહેલા કેસ સાથે જોડાયેલા લોકોની હત્યા થઈ રહી છે. આ બધુ થઈ રહ્યું હોવા છતા ભારત પર આરોપ લગાવવો ચિંતાની વાત છે.
જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાની કોઈ ખરાબ અસર થઈ નથી. ઉલટાનું લોકોએ કાશ્મીરમાં શાંતિ વ્યવસ્થા બગડાવા માટે પાકિસ્તાનના પ્રયાસો વિરુદ્ધ રેલીઓ કાઢી હતી.
આમ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાની પાકિસ્તાનની ચાલ સંયુક્ત રાષ્ટ્ર માં ઊંઘી પડી ગઈ છે….