Site icon

સંજોગોની કેવી વિપરીતતા! એક કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ મહિલાને ભીખ માગીને જીવવું પડે; મહિલાએ વ્યક્ત કરી વ્યથા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 24 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જીવનમાં ભણતર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભણતર જીવનને નવી દિશા આપે છે. શિક્ષિત વ્યક્તિનું જીવન બહેતર બને છે, પરંતુ કેટલાક લોકો માટે સંજોગો એટલા વિપરિત બની જાય છે કે તેમનું શિક્ષણ પણ કામ કરતું નથી અને તેના કારણે તેમને ભીખ માગવાનો વારો આવે છે. હાલમાં જ વારાણસીથી એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્વાતિ નામની મહિલા અસ્સી ઘાટ પાસે ખૂબ જ ખરાબ હાલતમાં છે અને આવતા-જતા લોકો પાસેથી ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. નવાઈની વાત એ છે કે સ્વાતિ અસ્ખલિત રીતે અંગ્રેજી બોલી શકે છે અને તેણે કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

 

સ્વાતિનો આ વીડિયો બનારસ હિંદુ યુનિવર્સિટીની વિદ્યાર્થીની શારદા અવિનાશ ત્રિપાઠીએ શેર કર્યો છે. આ વીડિયો આવ્યા બાદથી સોશિયલ વર્લ્ડમાં સ્વાતિ વિશે ચર્ચા થઈ રહી છે.

 

આ વીડિયોમાં સ્વાતિ પોતે જણાવી રહી છે કે તે દક્ષિણ ભારતની છે અને ત્રણ વર્ષ પહેલા વારાણસી આવી હતી. ત્યારથી તે અહીં છે અને જીવનનિર્વાહ કરવાની તક શોધી રહી છે. ગરીબીની હાલતમાં દેખાતી સ્વાતિને પૈસા કે આશ્રયની જરૂર નથી. તે ઈચ્છે છે કે તેમને તેમના અભ્યાસ મુજબ નોકરી મળવી જોઈએ જેથી કરીને તે સ્વમાન સાથે જીવી શકે. સ્વાતિને કોમ્પ્યુટર સંબંધિત કામનું સારું જ્ઞાન છે અને સાથે જ તે ટાઈપિંગ પણ આવડે છે. સ્વાતિએ એમ પણ જણાવ્યું કે બાળકને જન્મ આપ્યા બાદ તેનું અડધું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હતું. તેથી તે વારાણસી આવી ગઇ હતી.

ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને આ સંગઠને મારી આપી નાખવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

સ્વાતિના આ વીડિયો પછી ઘણા લોકો તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. સ્વાતિ ભણેલી છે, અંગ્રેજી જાણે છે અને શિષ્ટ છે, છતાં આજે તે આ સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં સમાજની વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થાય છે. છેવટે, પ્રતિભાશાળી લોકો શા માટે આ રીતે પાછળ રહે છે? સ્વાભિમાન સાથે જીવવાની કોઈની ઈચ્છા મરી જાય તો તે સમાજ સાથે જોડાયેલા દરેક વ્યક્તિની હાર છે.

 

President Draupadi Murmu: રાફેલની ગર્જના: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના આકાશમાં ઉડાન ભરી, ભારતીય વાયુસેનાનું વધાર્યું સન્માન.
Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version