ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
આવકવેરા વિભાગે ગુરુવારે લુધિયાણામાં અચાનક સાઇકલ ઉત્પાદન સંબંધિત સાત એકમો પર દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન વિભાગના અધિકારીઓએ વેપારીઓ પાસેથી દસ્તાવેજો જપ્ત કર્યા છે. ઇન્કમ ટૅક્સ વિભાગની આ કાર્યવાહીના સમાચાર બાદ સાઇકલના ઉત્પાદન સાથે સંકળાયેલા વેપારીઓમાં ભયનું વાતાવરણ છે. આ એકમોને કાચો માલ સપ્લાય કરવા સાથે, જેઓ તેમની પાસેથી માલ ખરીદે છે તેઓ પણ રડાર પર આવ્યા છે.
આવકવેરા વિભાગની 30 ટીમે ગુરુવારે સવારે 6.00 વાગ્યે લુધિયાણાના સાઇકલ અને પાર્ટ્સ ઉત્પાદકોનાં સ્થળો પર દરોડા પાડ્યા હતા. મોડી સાંજ સુધી વિભાગના અધિકારીઓ તેમની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. કાર્યવાહી સમયે, પોલીસ કર્મચારીઓને તેમની સાથે લેવામાં આવ્યા છે, જેથી કોઈ પણ વ્યક્તિ અંદર ન આવી શકે અને દરોડાના સ્થળે કોઈ બહાર ન જઈ શકે. હજુ સુધી કંઈ પણ મળ્યું છે કે કેમ એ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. વિભાગીય અધિકારીઓને આ છાપામારીમાં કરોડો રૂપિયાની ગુપ્ત સંપત્તિ સામે આવવાનું અનુમાન છે.
મુંબઈમાં ડેન્ગ્યુ બાદ હવે ચિકનગુનિયાનો પ્રકોપ, અત્યાર સુધી આટલા દરદીઓ નોંધાયા; જાણો વિગત
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી લાંબા સમય સુધી ચાલી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ છાપેમારી જાલંધર, લુધિયાણા, પટિયાલા સહિત અન્ય ઘણાં શહેરોમાં કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગના અધિકારીઓ સાઇકલ વેપારીઓનાં મકાનો, ઑફિસ, ફૅક્ટરીઓ, વેરહાઉસ સહિતનાં સ્થળોએ દરોડા પાડી રહ્યા છે.