ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુન 2020
નાણાકીય વર્ષ 2018-2019 ની ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારીને 31 જુલાઈ 2020 કરવામાં આવી છે..
સામાન્ય રીતે દર વર્ષે 31 માર્ચ ના દિને નાણાકીય વર્ષ પૂરું થતું હોય છે પરંતુ, ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આથી હવે વધુ એક મહિનાની મુદત ટેક્સ પેયરને આપવામાં આવી છે.
# નાણાકીય વર્ષ 2019-20 માટે ની ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે..
# નાણાકીય વર્ષ 2018-19 (એવાય 2019-20) માટે મૂળ તેમજ સુધારેલા આવકવેરા રીટર્ન ફાઇલ કરવા માટેનો સમય 31 જુલાઈ, 2020 સુધી વધારવામાં આવ્યો છે.
# નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા વળતરની તારીખ 31 જુલાઈ, 2020 સુધી વધારવામાં આવી છે.
# બેંકના અને નાણાકીય વ્યવહારો કરવા માટે અગત્યના પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે લીંક કરવાની તારીખ પણ વધારીને 31 માર્ચ 2021 કરવામાં આવી છે
# નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગયા મહિને સરકારના 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરતી વખતે, રહેવાસીઓને ચોક્કસ નોન-વેતન ચૂકવણી માટેના TDS રેટમાં ઘટાડો કર્યો હતો અને 14 મે, 2020 થી 31 માર્ચ, 2021 સુધીની અવધિમાં ટીસીએસના દરમાં 25 % ઘટાડો કર્યો છે.….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com