Site icon

Foreign film production : ભારતમાં વિદેશી ફિલ્મ નિર્માણ માટે પ્રોત્સાહનોમાં વધારો જાહેર.

Foreign film production : વિદેશી ફિલ્મોમાં નોંધપાત્ર ભારતીય કન્ટેન્ટ માટે વધારાના 5 ટકા બોનસની પણ જાહેરાત IFFIમાં કરવામાં આવી

Increase in incentives for foreign film productions announced in India.

Increase in incentives for foreign film productions announced in India.

News Continuous Bureau | Mumbai

Foreign film production : કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ( Anurag Singh Thakur ) આજે IFFIમાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જેમાં વિદેશી ફિલ્મ નિર્માણ માટેનું પ્રોત્સાહન 30 ટકાથી વધારીને 40 ટકા કરવામાં આવ્યું છે. દેશમાં વિદેશી ફિલ્મોના નિર્માણ માટે પ્રોત્સાહન આજે રૂ. 30 કરોડની વધેલી મર્યાદા (3.5 મિલિયન અમેરિકન ડોલરથી વધુ) અને નોંધપાત્ર ભારતીય કન્ટેન્ટ (એસઆઈસી) માટે વધારાના 5 ટકા બોનસ સાથે કરવામાં આવેલા ખર્ચના 40 ટકા જેટલું છે. આ પગલું મધ્યમ અને મોટા બજેટના આંતરરાષ્ટ્રીય ફિલ્મ પ્રોજેક્ટ્સને ( international film projects ) દેશમાં આકર્ષિત કરવાના ભારતના પ્રયત્નોને વધુ વેગ આપશે.

Join Our WhatsApp Community

વિદેશી ફિલ્મોના નિર્માણ માટે પ્રોત્સાહનો યોજનાની જાહેરાત ભારત દ્વારા ગયા વર્ષે કાન્સમાં ( Cannes ) કરવામાં આવી હતી, જેમાં દેશમાં ફિલ્મ નિર્માણ માટે કરવામાં આવેલા ખર્ચના 30 ટકા સુધીનું વળતર ( Compensation ) આપવામાં આવ્યું હતું, જે 2.5 કરોડ રૂપિયાના આંકડાને આંકવામાં આવ્યું હતું. ગોવામાં આ જાહેરાત કરતાં શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, “ફિલ્મ નિર્માણને પ્રોત્સાહન આપવામાં આમૂલ પરિવર્તન ભારતની કટિબદ્ધતા અને કલાત્મક અભિવ્યક્તિ માટે સાથસહકારનો પુરાવો છે તથા સિનેમેટિક પ્રયાસો માટે પસંદગીનાં સ્થળ તરીકે આપણી સ્થિતિને મજબૂત કરે છે.”

01.04.2022 પછી માહિતી અને પ્રસારણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય (માત્ર ડોક્યુમેન્ટરી માટે) દ્વારા જે આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન્સને શૂટિંગની મંજૂરી આપવામાં આવી છે તે આ પ્રોત્સાહક યોજના માટે પાત્ર બનશે. પ્રોત્સાહનોનું વિતરણ બે તબક્કામાં એટલે કે વચગાળાના અને અંતિમ તબક્કામાં કરવામાં આવશે. એકવાર ભારતમાં પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી અંતિમ વિતરણનો દાવો કરી શકાય છે. વિશેષ પ્રોત્સાહન મૂલ્યાંકન સમિતિની ભલામણ પર પ્રોત્સાહનો આપવામાં આવશે. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએફડીસી) હેઠળ સ્થપાયેલી ફિલ્મ ફેસિલિટેશન ઓફિસ (એફએફઓ) આ પ્રોત્સાહક યોજનાનો અમલ કરી રહી છે. એફએફઓ સિંગલ-વિન્ડો સુવિધા અને ક્લિયરન્સ મિકેનિઝમ તરીકે કામ કરે છે, જે ભારતમાં ફિલ્માંકનને સરળ બનાવે છે, તેમજ ફિલ્મ-ફ્રેન્ડલી ઇકોસિસ્ટમ બનાવવા અને દેશને ફિલ્માંકન સ્થળ તરીકે પ્રમોટ કરવાના પ્રયાસ કરે છે.

આ સમાચાર પણ વાંચો : Diamond Market: સુરતમાં હીરા ઉદ્યોગની ઉજળી તકોથી મહારાષ્ટ્રને મોટો ઝટકો, મુંબઈના 26 હીરા કારોબારીઓ સુરતમાં થશે શીફ્ટ.. જાણો વિગતે અહીં..

એફ.એફ.ઓ. દ્વારા આપવામાં આવતી સેવાઓ હવે ભારતીય ફિલ્મ નિર્માતાઓને પણ વિસ્તૃત કરવામાં આવી છે. યોજનાની વિસ્તૃત માર્ગદર્શિકા એફએફઓ વેબસાઇટ https://ffo.gov.in/en પર ઉપલબ્ધ છે.

આ ઘોષણા અને આ ક્ષેત્રમાં નીતિવિષયક હસ્તક્ષેપનો હેતુ અર્થતંત્રને વેગ આપવા, નોકરીઓનું સર્જન કરવા અને દેશમાં પ્રવાસન અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. AVGC: એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને પોસ્ટપ્રોડક્શન સેવાઓ જેવા સૂર્યોદય ઉદ્યોગોને પણ ફિલ્મ ક્ષેત્રે તાજેતરની પહેલોથી લાભ થવાની અપેક્ષા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Train Timing change: ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન
Bairabi-Sairang Rail Project: બઈરબી-સાયરંગ રેલ પરઓયોજના: પૂર્વોત્તર ભરતને પ્રગતિની સાથે જોડતી ઐતિહાસિક પહેલ
Mahindra Thar: નવી નક્કોર થારથી લીંબુ કચડવા ગયેલી મહિલા સાથે એવું બન્યું કે શોરૂમના પહેલા માળેથી SUV સીધી રોડ પર
Vice-Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો, આટલા સાંસદોનું થયું હતું ક્રોસ-વોટિંગ
Exit mobile version