ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુલાઈ 2020
મોતીહારીને અડીને આવેલી ભારત-નેપાળ સરહદની ખારસલવા બોર્ડર પર નેપાળી એપીએફ અને ભારતીય ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. અચાનક નેપાળી એપીએફ જવાને હવાઈ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. પરિણામે, બંને બાજુથી ઘણા લોકો સરહદ પર એકઠા થઈ ગયાં હતાં.
ખારસલવા, બૈડનાથપુર ભાંખા કેમ્પ, જામિયા કેમ્પ, એસએસબી સીકર ના એસડીઓ ડીએસપીએ ગામ લોકો અને નેપાળ સૈનિકો સાથે વાતચીત કર્યા બાદ મામલો થાળે પાડ્યો હતો. સમાધાન કરાવનાર ઈન્સ્પેક્ટરએ જણાવ્યું કે "ખારસલવાના એક આધેડની 50 વર્ષીય પત્ની ઘાસ કાપવા માટે નેપાળની સરહદ પાર ગઈ હતી અને નેપાળી એપીએફના જવાનોએ તેને ઘાસ કાપવાની ના પાડી અને પરત જવા કહ્યું હતું." પરંતું મહિલા પરત ભારતની સીમમાં જવાને બદલે ત્યાંજ અટકી ગઈ આથી નેપાળના જવાનોએ બળનો ઉપયોગ કર્યો હતો. આ જોઈને કેટલાક ભારતીય ગ્રામજનો પણ ત્યાં પહોંચી જતાં નેપાળી જવાનો સાથે ઘર્ષણ થયું હતું. આ જ ઝપાઝપી દરમ્યાન મહિલાએ બચાવમાં ઘાસ કાપવાના દાતરડાં થી નેપાળી જવાનના હાથ પર હુમલો કર્યો હતો. આને કારણે જવાને હવાઇ ગોળીબાર કર્યો. ત્યારબાદ, સરહદ પર તોફાન સર્જાયું હતું. સમય જતાં જવાનો દ્વારા સરહદી વિસ્તારના ગ્રામજનોને સમજાવી આ કેસનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com