News Continuous Bureau | Mumbai
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી(Independence day)ના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mahtosav) અંતર્ગત હર ઘર તિરંગા(Har Ghar Tiranga) અભિયાન ચલાવ્યું હતું. લોકોમાં અપાર જુસ્સો જોવા મળ્યો હતો. હાલ અનેક એવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને તમે ગર્વથી ફુલી જશો. આ બધા વચ્ચે એક એવો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેને જાેઈને તમારી આંખો ભીની થઈ જશે. એક દેશવાસીના મનમાં તિરંગા પ્રત્યે જે માન અને આદરનો ભાવ હોય છે તે શબ્દોમાં વર્ણન કરવો કદાચ અશક્ય છે પરંતુ આ વીડિયો જોઈને તે તમે ચોક્કસપણે સમજી જશો.
Respect.#HARGHARTIRANGA pic.twitter.com/GFDjxpS0CZ
— Awanish Sharan (@AwanishSharan) August 14, 2022
શું ક્યારેય તમે કોઈને તિરંગાની પૂજા(Tiranga) કરતા જોયા છે? તિરંગાની આરતી ઉતારતા જોયા છે? આ વીડિયોમાં એક મહિલા આમ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો IAS અવનીશ શરણે ટિ્વટર પર શેર કર્યો છે. અવનીશ શરણે આ વીડિયોને પોસ્ટ કરતા ફક્ત એક જ શબ્દનું કેપ્શન આપ્યું છે, Respect. પણ આ એક શબ્દમાં ઘણું બધું છૂપાયેલું છે.
આ સમાચાર પણ વાંચો : બાયકોટ બોલિવૂડ ટ્રેન્ડને લઈને અક્ષય કુમારે તોડી ચુપ્પી-સાઉથ ફિલ્મોને લઇને કહી આ મોટી વાત
અવનીશ અવારનવાર આવા રોચક અને પ્રેરણાદાયી વીડિયો શેર કરતા રહે છે. આ અગાઉ અવનીશ શરણે પોતાના ટિ્વટર હેન્ડલથી તિરંગાવાળા માસ્ક વેચનારાને ફટકાર લગાવી હતી. તેમણે તિરંગાવાળા માસ્કનો એક ફોટો શેર કરતા લખ્યું હતું કે આવા માસ્ક વેચવા જોઈએ નહીં કે ખરીદવા જોઈએ નહીં. આવા માસ્કનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.