News Continuous Bureau | Mumbai
Independence day 2024: આજે દેશભરમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવતા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. દેશમાં અલગ-અલગ સ્થળોએ સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અને ધ્વજારોહણ પણ ખૂબ જ સન્માન સાથે કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન સાથે શાળા, કોલેજો અને અન્ય કચેરીઓમાં અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દેશની સામાન્ય જનતા જ નહીં પરંતુ દેશના બહાદુર જવાનોએ પણ અલગ-અલગ જગ્યાએથી ત્રિરંગો ફરકાવ્યો હતો.
Independence day 2024: સિયાચીનથી કાશ્મીર સુધી ભારતીય સેનાએ ફરકાવ્યો ત્રિરંગો
ભારતીય સેનાએ હજારો ફૂટની ઉંચાઈએ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધભૂમિ પરથી સિયાચીન પર ત્રિરંગો લહેરાવ્યો હતો. તો કાશ્મીરમાં હાજર ભારતીય સેનાએ પણ ઘાટીમાં ભવ્ય રીતે ત્રિરંગો ફરકાવ્યો હતો. આ સાથે ભારતના તમામ અર્ધલશ્કરી દળોએ પણ આઝાદીના દિવસે ત્રિરંગો ફરકાવ્યો હતો. સિયાચીનથી કાશ્મીર સુધી અલગ-અલગ સ્થળોએ સ્વતંત્રતા દિવસ પર સૈનિકો ધ્વજ ફરકાવતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Independence day 2024: સિયાચીનમાં સેનાએ તિરંગો ફરકાવ્યો
5000 ફૂટથી વધુની ઉંચાઈ પર વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયર પર તૈનાત ભારતીય સેના એલર્ટ રહે છે. જેથી દુશ્મન દેશમાં ઘુસવાનો પ્રયાસ પણ ન કરી શકે. સિયાચીન ગ્લેશિયર પર હાજર સેનાના જવાનોએ આજે સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવ્યો હતો. અને તેની સાથે આર્મીના જવાનોએ લદ્દાખમાં ધ્વજવંદન સમારોહની તસવીરો પણ શેર કરી હતી.
Siachen Warriors of @firefurycorps proudly hoisted the Tricolor at historic peaks and passes including NJ9842 and Indira Col as part of #HarGharTiranga. Jai Hind! 🇮🇳 #IndependenceDay2024 #SiachenWarriors@adgpi@NorthernComd_IA@lg_ladakh@prodefleh@ANI pic.twitter.com/RHvaZ4M5Nm
— @firefurycorps_IA (@firefurycorps) August 15, 2024
Independence day 2024: ભારતીય કોસ્ટ ગાર્ડે આ રીતે આઝાદીની ઉજવણી કરી
ભારતના દરિયા કિનારાની રક્ષા કરતા ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ પણ તિરંગા રેલી કાઢીને આ સ્વતંત્રતા દિવસની ખૂબ જ સારી રીતે ઉજવણી કરી હતી. આ સાથે કોસ્ટ ગાર્ડના જવાનોએ બાઇક અને જિપ્સી પર ત્રિરંગા રેલી કાઢીને આ દિવસની ઉજવણી કરી હતી.
#78thIndependenceDay@IndiaCoastGuard Regional HQs (NW) conducted a spirited bike rally at #Gandhinagar in continuing with #HarGharTiranga initiatives.
Entire #ICG Region NW conducting spirited events in run up to the landmark day.#ICG Dist Hq 1 ( South Gujarat) & #ICG Dist… pic.twitter.com/bOX4L6j4Qu
— Indian Coast Guard (@IndiaCoastGuard) August 14, 2024
Independence day 2024: CRPFએ આ રીતે તિરંગો ફરકાવ્યો
ધ્વજ ફરકાવ્યા બાદ ભારતની સૌથી મોટી પેરા મિલિટ્રી ફોર્સ CRPF એ પણ હર ઘર પર ત્રિરંગા ઝુંબેશમાં ભાગ લીધો હતો. જેનાથી સંબંધિત વીડિયો CRPFએ તેના ઓફિશિયલ X હેન્ડલ @crpfindia દ્વારા શેર કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: Uniform civil code : PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યું દેશને સંબોધન;ફરી કર્યો સેક્યુલર સિવિલ કોડનો ઉલ્લેખ; જાણો શું કહ્યું..
झलकियां: #HarGharTiranga अभियान में #CRPF पूरे जोश और उत्साह के साथ देश के विभिन्न हिस्सों में भाग लेते हुए।#SelfieWithTiranga pic.twitter.com/l4r79Z1ULT
— 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) August 15, 2024
Independence day 2024: BSFએ આ રીતે લહેરાવ્યો ત્રિરંગો
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના સૈનિકો, જેઓ ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ તરીકે ઓળખાય છે, તેમણે દેશના અલગ-અલગ સ્થળોએ ઉજવણી કરી. ગુવાહાટીમાં BSF જવાનોએ નાના બાળકો સાથે ત્રિરંગો ફરકાવ્યો હતો.
To celebrate India's 78th #IndependenceDay 🇮🇳, school students from bordering villages in Coochbehar (WB) joined hands with the #BSF to organize a #TirangaYatra, spreading the message of patriotism and unity across the nation.
Jai Hind! 🇮🇳 #IndependenceDay2024 pic.twitter.com/ab4otRYKAk
— BSF GUWAHATI (@BSF_Guwahati) August 15, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)