News Continuous Bureau | Mumbai
કોરોના સંકટ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભી થયેલી સ્થિતિ વચ્ચે મોદી સરકારે એક મોટી ઉપલબ્ધિ મેળવી છે.
ભારતે પ્રથમ વખત 400 અબજ ડોલરના માલની નિકાસનું લક્ષ્ય હાંસલ કર્યું છે.
આ વિશે માહિતી આપતા પીએમ નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કર્યું છે કે, “ભારતે પહેલીવાર માલની નિકાસનું 400 બિલિયન ડોલર સુધીનું લક્ષ્ય હાંસલ કર્યું છે.
હું આ સફળતા માટે અમારા ખેડૂતો, MSME, ઉત્પાદકો, નિકાસકારોને અભિનંદન આપવા માંગુ છું. આત્મનિર્ભર ભારત તરફની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે તેની નિર્ધારિત સમયમર્યાદાના 9 દિવસ પહેલા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે.
આ સમાચાર પણ વાંચો : હાશ.. આખરે બે વર્ષ બાદ ભારતમાંથી કોરોના પ્રતિબંધો થશે દૂર. જોકે આ નિયમોનું હજુ પણ કરવું પડશે પાલન.. જાણો વિગતે
India set an ambitious target of $400 Billion of goods exports & achieves this target for the first time ever. I congratulate our farmers, weavers, MSMEs, manufacturers, exporters for this success.
This is a key milestone in our Aatmanirbhar Bharat journey. #LocalGoesGlobal pic.twitter.com/zZIQgJuNeQ
— Narendra Modi (@narendramodi) March 23, 2022