ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે ભારતે કોરોના રસીકરણ અંગે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
ભારતે એક દિવસમાં 1 કરોડ 32 લાખથી વધુ રસી ડોઝ આપીને પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો છે.
ગઈકાલે એક દિવસમાં 1 કરોડ 32 લાખ 45 હજાર 266 ડોઝ આપવામાં આવ્યા હતા. તેમાં 1 કરોડ 35 હજાર 652 પ્રથમ ડોઝ અને 32 લાખ 9 હજાર 614 સેકન્ડ ડોઝનો સમાવેશ થાય છે.
આ સાથે ભારતે અત્યાર સુધીમાં 65 કરોડ 32 લાખ ડોઝ આપ્યા છે.
આજે ભારત દરરોજ સૌથી વધુ રસી આપવાની બાબતમાં પ્રથમ ક્રમે છે. ભારત બાદ બ્રાઝિલ બીજા નંબરે છે.
રસીકરણની બાબતમાં ભારતે સૌથી ઓછા સમયમાં એટલે કે 114 દિવસમાં 170 મિલિયન કોવિડ રસી ડોઝ આપીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે અમેરિકાને 170 મિલિયન ડોઝ આપવામાં 115 દિવસ અને ચીનને 119 દિવસ લાગ્યા હતા.
