ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
દેશભરમાં બપોરે 3 વાગ્યા સુધી 1.5 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.
ભારત સમગ્ર વિશ્વમાં રસીનો સિંગલ ડોઝ લગાવનાર દેશ બની ગયો છે અને 62 ટકાથી વધુ પુખ્ત વસ્તીના લોકોને રસીનો ઓછામાં ઓછો સિંગલ ડોઝ આપવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં (17 સપ્ટેમ્બર, સવારે 7) ભારતમાં કોરોના રસીના 77 કરોડ 24 લાખ 25 હજાર 744 ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ 2014થી પીએમ મોદીના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવે છે. જો કે, આ વખતે આ દિવસે રસીકરણનો રેકોર્ડ કરવાની યોજના બનાવી હતી. જે સફળ થતી દેખાઈ રહી છે.
