ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુલાઈ 2020
થોડા દિવસો અગાઉ ભારત સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મુકયા બાદ હવે ભારતીય સેનાએ વધુ 30 નવી એપનો ઉમેરો કરી કુલ 89 એપ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ગુપ્તચર વિભાગે આપેલી સેનાના ડેટા ચોરીની ચેતવણી બાદ લેવામાં આવ્યો છે.. લદાખ સરહદે આવેલી ગલવાન ઘાટીમાંથી ચીની સેનાને ખદેડયા બાદ ભારતીય સેનાએ ચીનને આ બીજો આર્થિક ઝટકો આપ્યો છે. જે સાથે જ ભારતીય સેનાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને નિર્દેશ અપાયા છે કે પ્રતિબંધ કરાયેલી તમામ એપને પોતાના મોબાઇલમાંથી તુરંત જ હટાવી દે. આ 89 એપમાં ટીંડર જેવી ડેટીંગ એપ્સ નો પણ સમાવેશ થાય છે.
આ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ:
# મેસેજિંગ પ્લેટફોર્મ: વીચેટ, ક્યૂક્યૂ, કિક, આઉ વો,નિમ્બઝ, હેલો, ક્યૂ ઝોન, શેર ચેટ, વાઈબર, લાઈન, આઈએમઓ, સ્નો, ટો ટોક, હાઈક
# વીડિયો હોસ્ટિંગ: ટિકટોક, લાઈકી, સમોસા, ક્વાલી
# કન્ટેન્ટ શેરિંગ: શેર ચેટ, ઝેન્ડર, જાપ્યા
# વેબ બ્રાઉઝર: યુસી બ્રાઉઝર, યુસી બ્રાઉઝર મીની
# વીડિયો એન્ડ લાઈવ સ્ટ્રિમિંગ: લાઈવ મી, બિગો લાઈવ, ઝૂમ, ફાસ્ટ ફિલ્મ્સ, વી મેટ, અપ લાઈવ, વિગો વીડિયો
# યુટિલિટી એપ: કેમ સ્કેનર, બ્યુટી પ્લસ, ટ્રુ કોલર
# ગેમિંગ એપ્સ: પબજી, નોનો લાઈવ, ક્લેશ ઓફ કિંગ્સ, ઓલ ટેસેન્ટ ગેમિંગ્સ એપ્સ, મોબાઈલ લેજેન્ટ્સ
# ઈ કોમર્સ: અલી એક્સપ્રેસ, કલ્બ ફેક્ટરી, ગિયર બેસ્ટ, ચાઈના બ્રાન્ડ્સ, બેંગ ગુડ, મિનિન ધ બોક્સ, ટાઈની ડીલ, ડીએચએચ ગેટ, લાઈટેન ધ બોક્સ, ડીએક્સ, એરિક ડેસ્ક, જોફૂલ ટીબીડ્રેસ, મોડિલિટી, રોજગલ, શીન, રોમવી
# ડેટિંગ એપ: ટિન્ડર, ટ્રુલી મેડલી, હેપ્પન, આઈલ, કોફી મીટ્સ બેઝલ વુ, ઓકે ક્યૂપિડ, હિંગ, એઝાર, બમ્બલી, ટેનટેન, એલીટ સિંગલ્સ, ટેઝેડ, કાઉચ સર્ફિંગ
# એન્ટી વાયરસ: 360 સિક્યુરિટી
# NW: ફેસબુક, Baidu, ઈન્સ્ટાગ્રામ, એલો, સ્નેપચેટ
# ન્યૂઝ એપ્સ: ન્યૂઝ ડોગ, ડેઈલી હન્ટ
# ઓનલાઈન બુક રિડિંગ: પ્રતિલિપી, વોકલ
# હેલ્થ એપ: હીલ ઓફ વાય
# લાઈફસ્ટાઈલ એપ: પોપએક્સો
# નોલેજ એપ: વોકલ
# મ્યુઝિક એપ્સ: હંગામા, સોંગ્સ પીકે
# બ્લોગિંગ/માઈક્રો બ્લોગિંગ: યેલ્પ, તુમ્બિર, રેડિટ, ફ્રેન્ડ્સ ફીડ, પ્રાઈવેટ બ્લોગ્સ
:: સરકાર બાદ હવે સેનાએ કહ્યું છે કે, "ભારતીયોની ગોપનીયતા અને ડેટાની સુરક્ષાને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી તેમજ એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મ પર રહેલી કેટલીક મોબાઈલ એપ્સનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ એપ્સ ગેરકાયદેસર રીતે યૂઝર્સના ડેટા ચોરી કરીને ભારતની બહાર રહેલા સર્વર પર મોકલી રહ્યાં હતાં. આથી પ્રતિબંધની કાર્યવાહી જરૂરી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com