News Continuous Bureau | Mumbai
આજથી દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single use plastic) પર પ્રતિબંધ અમલમાં આવ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો(banned plastics) ઉપયોગ કરવા સામે કલમ 15 હેઠળ એક લાખ રૂપિયા સુધીનો દંડ(Penalty) અથવા 7 વર્ષ સુધીની જેલ કે પછી બંને સજાની જોગવાઈ છે.
પ્રતિબંધિત વસ્તુઓમાં(prohibited items) અનેક વસ્તુઓ રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓનો સમાવેશ થાય છે, તે હવે જોવા મળશે નહીં. કેન્દ્રીય પર્યાવરણ પ્રધાને(Union Minister of Environment) પ્રતિબંધિત વસ્તુઓની યાદી પણ જાહેર કરી છે.
કેન્દ્રએ પહેલી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે, તેમાં 19 વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓનું આજથી ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને તેની નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાથી થતા પ્રદૂષણને(Pollution) ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તારીખોની થઇ જાહેરાત- જાણો કઇ તારીખે યોજાશે ચૂંટણી
પ્રતિબંધિત વસ્તુઓમાં પ્લાસ્ટિકની સ્ટીકવાળા ઈયર બડ્સ(Ear buds), ફુગ્ગાઓ(Balloons) માટે પ્લાસ્ટિકની લાકડી(Plastic rod), પ્લાસ્ટિકની ફ્લેગ્સ(Plastic flags), કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ સ્ટિક, થર્મોકોલ, પ્લાસ્ટિકની પ્લેટ, કપ, ગ્લાસ, કટલરી, કાંટા ચમચી, ચમચી, છરી, સ્ટ્રો, ટ્રે, મીઠાઈના ડબ્બા પર વીંટાળવામાં આવતી અથવા પેક(Plastic packing)કરવામાં આવતું પ્લાસ્ટિક વગેરેનો સમાવેશ થાય છે.