News Continuous Bureau | Mumbai
ADPC: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આપત્તિ જોખમ ઘટાડા (ડીઆરઆર)ના ક્ષેત્રમાં વૈશ્વિક અને પ્રાદેશિક નેતૃત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતે ( India ) આ દિશામાં અનેક વૈશ્વિક પહેલો હાથ ધરી છે, ખાસ કરીને આપત્તિને અનુકૂળ માળખા માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન ( CDRI ) ની સ્થાપના કરવાની દિશામાં.
ભારત સરકારના પ્રતિનિધિ તરીકે, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ( NDMA ) ના સભ્ય અને એચઓડી, શ્રી રાજેન્દ્ર સિંહે, ગુરુવાર, 25 જુલાઈ 2024ના રોજ થાઇલેન્ડના બેંગકોકમાં વર્ષ 2024-25 માટે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના પાસેથી એશિયન ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ સેન્ટર ( Asian Disaster Preparedness Center ) ના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો છે. એ.ડી.પી.સી. એ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં આપત્તિ જોખમ ઘટાડવા અને આબોહવાની સ્થિતિસ્થાપકતાના નિર્માણમાં સહકાર અને અમલીકરણ માટે એક સ્વાયત્ત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારત અને આઠ પડોશી દેશો એટલે કે બાંગ્લાદેશ, કમ્બોડિયા, ચીન, નેપાળ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, શ્રીલંકા અને થાઇલેન્ડ એડીપીસીના સ્થાપક સભ્યો છે.
ભારતે 25 જુલાઈ, 2024ના રોજ થાઇલેન્ડના બેંગકોકમાં ( Bangkok ) યોજાયેલી એડીપીસીની 5 મી બોર્ડ ઓફ ટ્રસ્ટી (બીઓટી) ની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.