Site icon

ADPC: ભારતે એશિયન ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ સેન્ટર (એડીપીસી)ની અધ્યક્ષતા સંભાળી

ADPC: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ભારત આપત્તિનું જોખમ ઘટાડવા (ડીઆરઆર)ના ક્ષેત્રમાં વૈશ્વિક અને પ્રાદેશિક નેતૃત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતે ડીઆરઆરમાં અનેક વૈશ્વિક પહેલો હાથ ધરી છે, ખાસ કરીને આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન (સીડીઆરઆઈ)ની સ્થાપના.

India chairs the Asian Disaster Preparedness Center (ADPC).

India chairs the Asian Disaster Preparedness Center (ADPC).

 News Continuous Bureau | Mumbai

ADPC: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આપત્તિ જોખમ ઘટાડા (ડીઆરઆર)ના ક્ષેત્રમાં વૈશ્વિક અને પ્રાદેશિક નેતૃત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતે ( India ) આ દિશામાં અનેક વૈશ્વિક પહેલો હાથ ધરી છે, ખાસ કરીને આપત્તિને અનુકૂળ માળખા માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન ( CDRI ) ની સ્થાપના કરવાની દિશામાં. 

Join Our WhatsApp Community

ભારત સરકારના પ્રતિનિધિ તરીકે, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ( NDMA ) ના સભ્ય અને એચઓડી, શ્રી રાજેન્દ્ર સિંહે, ગુરુવાર, 25 જુલાઈ 2024ના રોજ થાઇલેન્ડના બેંગકોકમાં વર્ષ 2024-25 માટે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના પાસેથી એશિયન ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ સેન્ટર ( Asian Disaster Preparedness Center ) ના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો છે. એ.ડી.પી.સી. એ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં આપત્તિ જોખમ ઘટાડવા અને આબોહવાની સ્થિતિસ્થાપકતાના નિર્માણમાં સહકાર અને અમલીકરણ માટે એક સ્વાયત્ત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારત અને આઠ પડોશી દેશો એટલે કે બાંગ્લાદેશ, કમ્બોડિયા, ચીન, નેપાળ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, શ્રીલંકા અને થાઇલેન્ડ એડીપીસીના સ્થાપક સભ્યો છે.

આ સમાચાર પણ વાંચો  :  Amit Shah Kargil Vijay Diwas: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે “કારગિલ વિજય દિવસ”ના અવસરે આ યુદ્ધમાં પોતાની હિંમતથી માતૃભૂમિની રક્ષા કરનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ભારતે 25 જુલાઈ, 2024ના રોજ થાઇલેન્ડના બેંગકોકમાં ( Bangkok ) યોજાયેલી એડીપીસીની 5 મી બોર્ડ ઓફ ટ્રસ્ટી (બીઓટી) ની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version