હવે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ની હરકતો પર ડ્રોન, સેન્સર, રિકોનિસન્સ પ્લેન અને ઇલેક્ટ્રોનિક લડાઇના સાધનો દ્વારા ચોવીસ કલાક નજર રાખવામાં આવશે.
મોનિટરિંગ ક્ષમતાને મોટો બુસ્ટ આપવા પાછળનો હેતુ ઘૂસણખોરીના પ્રયત્નો પર દરેક ક્ષણે બાજ નજર રાખવાનો છે.
સેનાએ ગયા મહિને એક ભારતીય કંપની સાથે 140 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે.