ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર.
લદ્દાખ વિવાદ વચ્ચે ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપાર વિક્રમજનક સ્તર પર પહોંચ્યો છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ બંને દેશો વચ્ચે વર્ષ 2021માં 125 અબજ ડોલરનો વેપાર થયો છે.
ભારતથી ચીનમાં થતી નિકાસ 46.2 ટકા વધીને 97.52 અબજ ડોલર પહોંચી છે.
ભારતથી ચીનમાં થતી આયાત 34.2 ટકા વધીને 28.14 અબજ ડોલર થઇ છે.
આ વેપાર વર્ષ 2020ની સરખામણીએ 43.3 ટકા વધારે છે.
પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચેના સરહદી તણાવની દ્વિપક્ષીય વેપાર પર કોઈ અસર જોવા મળી નથી.