ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
6 જુલાઈ 2020
ગત મહિને પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની સરહદ સૈન્ય વચ્ચે થયેલા હિંસક વલણથી ભારત- ચીનની વ્યૂહાત્મક ગણતરીઓ અંગે પ્રશ્નો ઉભા થયા હતાં અને પરમાણુ શક્તિઓ વચ્ચે સશસ્ત્ર વિરોધાભાસ અંગે પણ ભય પેદા કર્યો હોવાનું દક્ષિણ ચીનનાં છાપાં માં પ્રકાશિત થયું હતું કે આ તણાવ માટે ભારત જવાબદાર છે. જોકે ભારતે નમતું મૂકવાને બદલે દરેક કુટનીતિક રીત અપનાવી હતી જેમાં ભારતને જશ મળ્યો છે.
ચીની સેના લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલથી (LAC) એક કિલોમીટર પાછળ હટી છે. 15 જૂને જે જગ્યા પર બન્ને દેશોની સેના આમને- સામને આવી ગઈ હતી તે જગ્યાએથી ચીની સેના એક-બે કિલોમીટર પાછી ખસી ગઈ છે. મહત્વનું છે કે બન્ને દેશોની સેનાઓ વચ્ચે પોતાના સૈનિકોને પાછા ખસેડવા પર મંથન ચાલી રહ્યું છે જેમાં આ પ્રક્રિયાને પ્રથમ પડાવ તરીકે જોવાઈ રહી છે.
સુત્રોના મતે બન્ને દેશોની સેના રિલોકેશન પર સહમતિ બનાવી અને ગલવાન ઘાટી પાસે બફર ઝોન બનાવાયુ છે જેથી હિંસાની ઘટના ફરીથી ન બને. ભારતીય સેનાએ 6 જૂન, 22 જૂન અને 30 જૂને ચીની સેના સાથે વાત કરી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com