ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 માર્ચ 2021
દુનિયાભરમાં કોરોના ની બીજી લહેરે માઝા મૂકી છે. દુનિયાના અનેક મોટા દેશો તેની ઝપટમાં આવી રહ્યા છે. સૌથી વધુ કોરોના સંક્રમિત દેશની યાદીમાં ભારતનો ક્રમ ત્રીજો છે પહેલાં અમેરિકા અને બીજા ક્રમે બ્રાઝિલ દેશ છે.
કોરોનાની બીજી લહેરએ લોકોને ફરી ચિંતામાં મૂકી દીધા છે. દેશમાં પરિસ્થિતિ માંડ માંડ કાબૂમાં આવી રહી હતી. ત્યાં જનજીવન ફરી ખોરવાયું છે. ભારત દેશમાં કોરોના ફરી બેકાબૂ બનવા લાગ્યો છે.છેલ્લા એક અઠવાડિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે અને છેલ્લા સાત દિવસમાં એક લાખથી પણ વધુ નવા કેસ ઉમેરાયા છે. કોરોના કાળમાં અત્યાર સુધીની આ સૌથી ઝડપી વૃદ્ધિ છે, જે ચિંતાજનક છે.
દેશમાં, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ વધુ વણસી છે. ચિંતાજનક બાબત એ છે કે કેસ વધવાની સાથે મૃત્યુ દરમાં પણ 41 ટકાની વૃદ્ધિ થઈ છે.
સપ્તાહનો કોરોના ગ્રાફ
15 માર્ચ 26291
16 માર્ચ 24492
17 માર્ચ 28903
18 માર્ચ 35871
19 માર્ચ 39726
20 માર્ચ 40953
21 માર્ચ 46951