Site icon

દેશમાં કોરોનાની સાથે સાથે ઓમિક્રોનના કેસોની પણ સંખ્યા વધી રહી છે. જાણો વિગત અહીં..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર.  

ભારતમાં નવા વર્ષની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ગઈકાલ કરતાં આજે કોરોના કેસમાં 15.8 ટકાનો વધારો થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,94,720  નવા કેસ નોંધાયા છે અને 442 દરદીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 60,405 સંક્રમિતો સ્વસ્થ થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9,55,319 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.05 ટકા છે ઓમિક્રોનના કુલ કેસ 4868 થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 69,49,17,180 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 જાન્યુઆરીએ 17,61,900 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અરે વાહ! શું વાત છે. મહારાષ્ટ્ર સરકાર સ્કૂલ બસોને થયેલું નુકસાન ઘટાડવા આ પગલું ભરી રહી છે. જાણો વિગત

કોરોના સંક્રમણના ત્રીજી લહેરના ખતરા વચ્ચે, મંગળવારે ભારતમાં કોવિડ-૧૯ના ઓમિક્રોન વેરિયન્ટના 407 નવા કેસ નોંધાયા છે. હવે ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ 4,868 પર પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં 1805  દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1281 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા છે. જ્યારે બીજા નંબરે રાજસ્થાન 645, દિલ્હીમાં 546, કર્ણાટકમાં 479 અને કેરળમાં 350 દર્દીઓ છે. યુપીમાં 275, ગુજરાતમાં 236, તમિલનાડુમાં 185 દર્દીઓ નોંધાયા છે. 

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version