News Continuous Bureau | Mumbai
દેશમાં સર્વાઇવલ કેન્સર(cervical cancer) ના નિવારણ માટે પ્રથમ સ્વદેશી વિકસિત 'ક્વૈડ્રીવેલેન્ટ' હ્યૂમન પેપીલોમા વાયરસ (એચ.વી.પી) રસી(vaccine) લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ(Union Minister Jitendra Singh) અને સીરમ ઈન્સ્ટીટ્યુટ(Serum Institute)ના સીઈઓ અદાર પૂનાવાલા (Adar Poonawala) આઈઆઈસી દિલ્હી(ICC Delhi)માં તેને લોન્ચ કરી. મહત્વનું છે કે ભારતીય ફાર્મા રેગુલેટર ડી.સી.જી.આઈ(DCGI)એ પાછલા મહિને એસઆઈઆઈ(SII)ને સર્વાઇકલ કેન્સરની વેક્સીન બનાવવાને મંજૂરી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ સર્વાઇકલ કેન્સર વેક્સીનની કિંમત ૨૦૦-૪૦૦ રૂપિયા હશે. પરંતુ હજુ સુધી તેની કિંમત નક્કી થઈ નથી.
મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે વિગતવાર વાત કરતા અદાર પૂનાવાલા(Adaar Poonawala)એ કહ્યુ કે સર્વાઇકલ કેન્સરની વેક્સીન આગામી કેટલાક મહિનામાં દેશમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે, આ વેક્સીન(Vaccine)ને પહેલા દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, ત્યારબાદ વિશ્વમાં સપ્લાય કરવામાં આવશે. અમે આગામી બે વર્ષમાં આ રસીના ૨૦ કરોડ ડોઝ ભારતમાં તૈયાર કરવાના પ્રયાસ કરિશુ. નિષ્ણાંતોનું કહેવું છે કે આ રસી સર્વાઇકલ કેન્સરને રોકવામાં સફળ રહેશે. જો બાળકીઓને નાની ઉંમરમાં આ રસી આપવામાં આવે તો તે આવા સંક્રમણથી સુરક્ષિત થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે- રવિવારે WRમાં આ બે સ્ટેશનો વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક-જાણો વિગત
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દેશમાં દર વર્ષે ૧ લાખ ૬૭ હજારથી વધુ કેસ સર્વાઇકલ કેન્સરમાં આવે છે. તેમાંથી ૬૦ હજાર કરતા વધુ મહિલાઓના મોત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના ડેટા અનુસાર ભારતમાં ૨૦૧૯ ૪૨ હજાર મહિલાઓના મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયા હતા. ભારતમાં સર્વાઇકલ કેન્સર ૧૫થી ૪૪ વર્ષની ઉંમર વર્ગની મહિલાઓમાં બીજું સર્વાધિક સંખ્યામાં જોવા મળતું કેન્સર છે.
જાણો છો શું હોય છે સર્વાઇકલ કેન્સર?..
સર્વાઇકલ કેન્સર મહિલાઓમાં ગર્ભાશય સર્વિક્સનું કેન્સર હોય છે. મૂળ યોનીથી શરૂ થતું આ કેન્સર મૂત્રાશય, મળાશયથી લઇને ફેફસાં સુધી ફેલાવાની ક્ષમતા ધરાવે છે. સર્વાઇકલ પ્રાઇવેટ પાર્ટનો હિસ્સો ગણાય છે. તે યોનીને ગર્ભાશયના ઉપરના ભાગથી જોડે છે. અમુક પ્રકારના માનવ પેપિલોમાવાયરસના કારણે લાંબા સમય સુધી ચાલતું ઇન્ફેક્શન સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ છે. આ સર્વાઇકલ કેન્સર ભારતમાં બીજુ સૌથી વધુ થનારૂ કેન્સર છે અને ભારતમાં ૧૪-૪૪ વર્ષની મહિલાઓમાં આ સામાન્ય રીતે જાેવા મળે છે. ૩૦ વર્ષથી મોટી ઉંમરની મહિલાઓને આ બીમારી થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : મહિલા ટેનિસમાં એક યુગનો અંત- સેરેના વિલિયમ્સે ટેનિસ કોર્ટને કહ્યું અલવિદા- થઈ ગઈ ભાવુક- જુઓ વિડીયો