Site icon

સર્વાઇકલ કેન્સરથી બચાવ શક્ય- દેશમાં જ તૈયાર થઇ ગંભીર બીમારીની વેક્સિન- જાણો કિંમત અને અન્ય જરૂરી માહિતી

News Continuous Bureau | Mumbai

દેશમાં સર્વાઇવલ કેન્સર(cervical cancer) ના નિવારણ માટે પ્રથમ સ્વદેશી વિકસિત 'ક્વૈડ્રીવેલેન્ટ' હ્યૂમન પેપીલોમા વાયરસ (એચ.વી.પી) રસી(vaccine) લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ(Union Minister Jitendra Singh) અને સીરમ ઈન્સ્ટીટ્યુટ(Serum Institute)ના સીઈઓ અદાર પૂનાવાલા (Adar Poonawalaઆઈઆઈસી દિલ્હી(ICC Delhi)માં તેને લોન્ચ કરી. મહત્વનું છે કે ભારતીય ફાર્મા રેગુલેટર ડી.સી.જી.આઈ(DCGI)એ પાછલા મહિને એસઆઈઆઈ(SII)ને સર્વાઇકલ કેન્સરની વેક્સીન બનાવવાને મંજૂરી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ સર્વાઇકલ કેન્સર વેક્સીનની કિંમત ૨૦૦-૪૦૦ રૂપિયા હશે. પરંતુ હજુ સુધી તેની કિંમત નક્કી થઈ નથી. 

Join Our WhatsApp Community

મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે વિગતવાર વાત કરતા અદાર પૂનાવાલા(Adaar Poonawala)એ કહ્યુ કે સર્વાઇકલ કેન્સરની વેક્સીન આગામી કેટલાક મહિનામાં દેશમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે, આ વેક્સીન(Vaccine)ને પહેલા દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, ત્યારબાદ વિશ્વમાં સપ્લાય કરવામાં આવશે. અમે આગામી બે વર્ષમાં આ રસીના ૨૦ કરોડ ડોઝ ભારતમાં તૈયાર કરવાના પ્રયાસ કરિશુ. નિષ્ણાંતોનું કહેવું છે કે આ રસી સર્વાઇકલ કેન્સરને રોકવામાં સફળ રહેશે. જો બાળકીઓને નાની ઉંમરમાં આ રસી આપવામાં આવે તો તે આવા સંક્રમણથી સુરક્ષિત થઈ જશે.  

આ સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે- રવિવારે  WRમાં આ બે સ્ટેશનો વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક-જાણો વિગત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દેશમાં દર વર્ષે ૧ લાખ ૬૭ હજારથી વધુ કેસ સર્વાઇકલ કેન્સરમાં આવે છે. તેમાંથી ૬૦ હજાર કરતા વધુ મહિલાઓના મોત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના ડેટા અનુસાર ભારતમાં ૨૦૧૯ ૪૨ હજાર મહિલાઓના મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયા હતા. ભારતમાં સર્વાઇકલ કેન્સર ૧૫થી ૪૪ વર્ષની ઉંમર વર્ગની મહિલાઓમાં બીજું સર્વાધિક સંખ્યામાં જોવા મળતું કેન્સર છે.

જાણો છો શું હોય છે સર્વાઇકલ કેન્સર?.. 

સર્વાઇકલ કેન્સર મહિલાઓમાં ગર્ભાશય સર્વિક્સનું કેન્સર હોય છે. મૂળ યોનીથી શરૂ થતું આ કેન્સર મૂત્રાશય, મળાશયથી લઇને ફેફસાં સુધી ફેલાવાની ક્ષમતા ધરાવે છે. સર્વાઇકલ પ્રાઇવેટ પાર્ટનો હિસ્સો ગણાય છે. તે યોનીને ગર્ભાશયના ઉપરના ભાગથી જોડે છે. અમુક પ્રકારના માનવ પેપિલોમાવાયરસના કારણે લાંબા સમય સુધી ચાલતું ઇન્ફેક્શન સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ છે. આ સર્વાઇકલ કેન્સર ભારતમાં બીજુ સૌથી વધુ થનારૂ કેન્સર છે અને ભારતમાં ૧૪-૪૪ વર્ષની મહિલાઓમાં આ સામાન્ય રીતે જાેવા મળે છે. ૩૦ વર્ષથી મોટી ઉંમરની મહિલાઓને આ બીમારી થઈ શકે છે. 

આ સમાચાર પણ વાંચો : મહિલા ટેનિસમાં એક યુગનો અંત- સેરેના વિલિયમ્સે ટેનિસ કોર્ટને કહ્યું અલવિદા- થઈ ગઈ ભાવુક- જુઓ વિડીયો 

Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Exit mobile version