ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુન 2020
લોકડાઉન ને કારણે દેશની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ છે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશમાં લોકડાઉનની સમીક્ષા કરવા માટે રોજ કોઈને કોઈ જાણીતા નિષ્ણાત સાથે વાતચીત કરતા હોય છે. આ જ સંદર્ભમાં તેમણે જાણીતી કંપનીના ઉદ્યોગપતિ સાથે વાતચીત કરી હતી.
'તાળાબંધી ને લઇ દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે, લોકો બેરોજગારીને લઈ ખૂબ ડરી ગયા છે' એમ રાજીવ બજાજે કહ્યું હતું વધુમાં, તેમણે કહ્યું કે 'મોદી સરકારે શરૂઆતમાં આકરા લોકડાઉન લાગુ કર્યા, જેને લીધે પ્રવાસી મજૂરો રસ્તા પર આવી ગયા અને હવે જ્યારે વાયરસનો ફેલાવો વધી રહ્યો છે ત્યારે હળવો લોકડાઉન લાગુ કરી વ્યવસ્થાને આર્થિક વ્યવસ્થાને ધક્કો પહોંચાડી રહ્યા છે' અને આપ વાયરસ નાબૂદ થવાના બદલે જીડીપીનો ગ્રાફ સપાટ થઈ ગયો છે".
ઉદ્યોગપતિ રાજીવ બજાજના પ્રત્યુતરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે "ભારતનું લોકડાઉન ભયાનક હતું, મારા અનેક મિત્રો સંબંધી દેશોમાં રહે છે એ લોકો ને ત્યાં બધું જ થંભી જવું એમ ન હતું, વિદેશમાં લોકડાઉન દરમિયાન પણ ઘણી પ્રવૃત્તિઓ લોકો કરી શકતા હતા. અન્ય દેશોના લોકો સામાજિક અને ભાવનાત્મક સ્તરે ભારતીય કરતાં વધુ સારી સ્થિતિમાં પહોંચ્યા છે." એમ પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
આમ કોંગ્રેસી સાંસદ અને દેશના ઉદ્યોગપતિએ લોકડાઉનના અર્થકારણને લઈ વિવિધ મુદ્દે પોતાની રાય આપી હતી..