News Continuous Bureau | Mumbai
આધાર કાર્ડ અને મતદાર કાર્ડને લિંક કરવા માટે 1 એપ્રિલ, 2023ની અંતિમ તારીખ આપવામાં આવી હતી. જોકે હવે આ મર્યાદા 31 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે મંગળવારે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે જાહેરાત કરી છે કે આધાર અને ચૂંટણી કાર્ડને લિંક કરવું સ્વૈચ્છિક હશે અને તેના માટે મતદાતાની પરવાનગી જરૂરી છે. ચૂંટણી પંચે આ બંને કાર્ડને લિંક કરવાની ડ્રાઇવ શરૂ કરી છે અને મતદાર યાદીમાં નામો સાચા છે કે નહીં તે જાણવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિસેમ્બર 2021માં લોકસભામાં ચૂંટણી અધિનિયમમાં સુધારો કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલની મંજૂરીએ આધાર અને વોટિંગ કાર્ડને લિંક કરવાની મંજૂરી આપી છે.
આધાર અને મતદાર કાર્ડ લિંકિંગ (વેબસાઇટ દ્વારા)
- નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (NVSP) ની સત્તાવાર વેબસાઇટ nvsp.in છે
- આ વેબસાઈટ પર જઈને લોગ ઇન કર્યા પછી, હોમપેજ પર “સર્ચ ઇન ઈલેક્ટોરલ રોલ” પર ક્લિક કરો.
- આધાર નંબર, રાજ્ય, જિલ્લો સહિતની વિનંતી કરેલ માહિતીની વિગતો દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો
- આધારની વિગતો આપ્યા બાદ OTP મોબાઈલ અથવા ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે
- OTP નાખ્યા પછી તમારું આધાર અને મતદાર કાર્ડ લિંક થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : પાટનગર દિલ્હીમાં PM મોદી લગાવાયા વિરોધી પોસ્ટરો, પોલીસે આટલા લોકોની કરી ધરપકડ, નોંધ્યા 100થી વધુ કેસ…
આધાર અને મતદાર કાર્ડ લિંકિંગ (એસએમએસ અને ફોન દ્વારા)
- <મતદાર આઈડી નંબર> <આધાર નંબર> 166 અથવા 51969 પર મેસેજ કરો
- આ પછી, આધાર અને મતદાર કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા શરૂ થશે
- આ પછી, જે વિકલ્પો આપવામાં આવશે તેની માહિતી આપવી જોઈએ
- આ રીતે તમે SMS દ્વારા પણ લીંક કરી શકો છો.
- આ સિવાય તમે હેલ્પલાઈન નંબર 1950 પર કોલ કરીને પણ લીંક કરી શકો છો