Site icon

ભારતીય પાસપોર્ટની તાકાત ઘટી! હવે આટલા દેશોમાં મળે છે વિઝા ફ્રી એન્ટ્રી.. આ કારણો પડ્યા ભારે..

India falls 6 spots to rank 144 in Passport Index 2023

ભારતીય પાસપોર્ટની તાકાત ઘટી! હવે આટલા દેશોમાં મળે છે વિઝા ફ્રી એન્ટ્રી.. આ કારણો પડ્યા ભારે..

News Continuous Bureau | Mumbai

ગત એક વર્ષમાં ભારતના પાસપોર્ટની તાકાતમાં મોટો ઘટાડો થયો છે. હવે ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર કોરોના મહામારી પહેલા કરતા પણ ઓછો આવી ગયો છે. આ સાથે શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારતનું રેન્કિંગ 06 સ્થાન નીચે આવી ગયું છે.

Join Our WhatsApp Community

કોરોના પહેલા આ સ્કોર હતો

પાસપોર્ટ ઈન્ડેક્સે એક દિવસ પહેલા તાજી યાદી બહાર પાડી હતી, જે દર્શાવે છે કે ભારતનો મોબિલિટી સ્કોર નીચે આવ્યો છે. આ વર્ષે ઈન્ડેક્સમાં ભારતનો સ્કોર સૌથી વધુ ઘટ્યો છે. હવે એટલે કે માર્ચ 2023માં આ સ્કોર ઘટીને 70 થઈ ગયો છે. કોરોના રોગચાળા પહેલા, વર્ષ 2019 માં તે 71 હતો, અને પછી તે વર્ષ 2022 માં વધીને 73 થઈ ગયો.

ભારતનું રેન્કિંગ

ઈન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટની રેન્કિંગ આ વર્ષે ઘટીને 144 થઈ ગઈ છે. એક વર્ષ પહેલા ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 138 હતું. આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે મહામારી અને અર્થવ્યવસ્થા ખુલ્યા બાદ ટ્રાફિક ઝડપથી સુધર્યો છે.

આ કારણે સ્કોર ઘટયો

આ વર્ષે ભારતની સાથે એશિયાની કેટલીક અન્ય મોટી અર્થવ્યવસ્થાઓના પાસપોર્ટનું પ્રદર્શન પણ કથળ્યું છે. વિયેતનામ, ઈન્ડોનેશિયા, ચીન અને થાઈલેન્ડ જેવા એશિયન દેશોના પાસપોર્ટ રેન્કિંગમાં ભારતની જેમ ઘટાડો થયો છે. આ દર્શાવે છે કે એશિયન દેશો ગયા વર્ષે ટ્રાફિકમાં વિશ્વવ્યાપી તેજીનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા છે. ભારતીય પાસપોર્ટની રેન્કિંગમાં ઘટાડાનું મુખ્ય કારણ યુરોપિયન યુનિયનની નીતિ છે.

આ સમાચાર પણ વાંચો :  ભારત-રશિયા વેપાર: ક્રૂડ ઓઇલની રમત, ભારત-રશિયાએ અધધ આટલો બધો વેપાર કરી રેકોર્ડ બનાવ્યો

આ દેશોની રેન્કિંગમાં સુધારો થયો

એશિયાઈ દેશોમાં દક્ષિણ કોરિયાનું પ્રદર્શન શ્રેષ્ઠ છે. આ દેશનો પાસપોર્ટ 174ના મોબિલિટી સ્કોર સાથે 12મા ક્રમે છે, જ્યારે જાપાન 172ના સ્કોર સાથે 26મા ક્રમે છે. આ વર્ષે માત્ર 10 દેશોનો સ્કોર સુધર્યો છે. સ્વીડન હવે જર્મનીને પછાડી બીજા સ્થાને પહોંચી ગયું છે. કેન્યાની રેન્કિંગમાં ચાર સ્થાનનો ઉછાળો આવ્યો છે. આ વર્ષે કોઈપણ દેશનો આ સૌથી મોટો ઉછાળો છે.

આ રીતે નક્કી થાય છે તાકાત

આ ઈન્ડેક્સ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન પાસેથી ઉપલબ્ધ ડેટાના આધારે દેશોના પાસપોર્ટને રેન્કિંગ આપે છે. આમાં એ જોવામાં આવે છે કે કયો પાસપોર્ટ કેટલા દેશોમાં ફ્રી વિઝા અથવા વિઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે. ભારતીય પાસપોર્ટ ધારકો 59 દેશોમાં ફ્રી અથવા વિઝા ઓન અરાઈવલ સુવિધા મેળવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : ટોલ ટેક્સ, LPGથી લઇને જ્વેલરી…: આજથી બદલાઇ રહ્યાં છે આ નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર..

Patna Girls Hostel Case: FSL રિપોર્ટમાં વિદ્યાર્થિની સાથે અમાનવીય કૃત્યની પુષ્ટિ, પોલીસ દ્વારા ૬ શંકાસ્પદોના DNA સેમ્પલ લેવાયા; તપાસ તેજ
India-EU Trade Deal 2026: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી, જાણો કેવી રીતે આ ડીલ ભારતીય અર્થતંત્રનો ચહેરો બદલી નાખશે.
Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Delhi-Mumbai Expressway Accident: ઉજ્જૈનથી પરત ફરતા ૪ મિત્રોના કમકમાટીભર્યા મોત; એક્સપ્રેસવે પર ટ્રકે કારને ૪ કિમી સુધી ઢસીડી
Exit mobile version