ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 જુન 2020
વિશ્વમાં ચીન થી નીકળેલો કોરોના વાઇરસ કહેર મચાવી રહ્યો છે. ત્યારે બીજીબાજુ પૂર્વ લદાખમાં ચીન દ્વારા થયેલી હરકતો નો જવાબ ભારતના જવાનોએ મક્કમતાપૂર્વક જવાબ આપ્યો હતો. જે બાદ આંતરરાષ્ટ્રીય સમુદાય સતત આ ઘટના પર નજર રાખી રહી છે. હંમેશની જેમ અમેરિકાએ ભારત-ચીન વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન કરવાની વાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન સરહદ પર વધેલા તણાવ બાદ કહ્યું કે "અમેરિકા શાંતિપૂર્ણ સમાધાન કરાવવા માટે તૈયાર પણ છે અને યોગ્ય પણ છે".
બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એ લદાખમાં એકચ્યુલ લાઇન ઓફ કન્ટ્રોલ (LAC) પર ભારત અને ચીનને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે સમાધાન કરવાની અપીલ કરી છે.
નોંધનીય છે કે બંને દેશો વચ્ચે 15 મી જૂનની રાતે હિંસક અથડામણ કલાકો સુધી ચાલી હતી. ભારે ઊંચાઈ પર શૂન્યથી નીચે ના ઠંડા તાપમાનમાં ફરજ બજાવતા ઘાયલ સ્થાનિકોએ આ દરમિયાન દમ તોડી દીધો હતો.
ત્યાર બાદથી જ ઉચ્ચ લેવલની શાંતિ વાર્તા નિષ્ફળ જતા ગઇરાત્રે ભારતના પ્રધાનમંત્રીએ ભારતીય સેનાને ખુલ્લી છૂટ આપી દેતા કહ્યું છે કે "સરહદ પર ઉદ્ભવેલી સ્થિતિમાં જરૂરી બચાવ કરવા માટે સેનાએ દિલ્હીની મંજૂરીની રાહ જોવાની જરૂર નથી". આમ સેના ને છૂટોદોર આપ્યા બાદ યુ.એન એ ચિંતા દર્શાવી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com