ભારતનો વિક્રમઃ યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં ભારત છઠ્ઠીવાર ચૂંટાયું, આટલા વર્ષ સુધી આપશે સેવા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

શુક્રવાર 

ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતને છઠ્ઠી વખત UNHRC માટે પસંદ કરવામાં આવ્યું છે

પ્રાપ્ત જાણકારી મુજબ યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની 2022-24 ની મુદત માટે ભારત ફરી ચૂંટાયું છે. 

76 મી યુએન જનરલ એસેમ્બલીએ ગુરુવારે યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના 18 નવા સભ્યોની પસંદગી કરી છે, જે જાન્યુઆરી 2022 થી ત્રણ વર્ષની મુદત માટે સેવા આપશે.

193 સભ્યોની કાઉન્સિલમાં ભારતને વિક્રમી 184 મત મળ્યા, જ્યારે જરૂરી બહુમતી 97 હતી. 

ઉલ્લેખનીય છે કે ભારતનો વર્તમાન કાર્યકાળ 31 ડિસેમ્બર 2021 ના ​​રોજ સમાપ્ત થવાનો હતો.

ભારત ટૂંક સમયમાં 100 કરોડ રસીકરણના માઈલસ્ટોનને પાર કરશે, જશ્નની સરકારે આ રીતે કરી છે તૈયારી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More