India Israel : PM મોદી અને ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ વચ્ચે ટેલિફોનિક વાતચીત, બંને દિગ્ગજોએ આ મુદ્દે કરી ચર્ચા.

India Israel : PM મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે કરી વાત. PM નેતન્યાહુએ ભારતના 78મા સ્વતંત્રતા દિવસ પર તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. પીએમએ પરિસ્થિતિને મર્યાદિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. પીએમએ બંધકોની મુક્તિ, યુદ્ધવિરામ અને સતત માનવતાવાદી સહાય માટે ભારતના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો

by Hiral Meria
India Israel Telephonic conversation between PM Modi and Israeli Prime Minister Netanyahu, both the stalwarts discussed the issue.

News Continuous Bureau | Mumbai

India Israel :  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ( Narendra Modi ) ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુનો ( Benjamin Netanyahu )  ટેલિફોન કૉલ મળ્યો.

PM નેતન્યાહુએ ( Israel PM ) ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર તેમની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી. 

બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી.

પીએમ મોદીએ ( PM Modi ) પરિસ્થિતિને મર્યાદિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમએ તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા અને અસરગ્રસ્તો માટે સતત માનવતાવાદી સહાયની જરૂરિયાત માટે ભારતના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો. તેમણે સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ ઉકેલ માટે હાકલ કરી હતી.

  આ સમાચાર પણ વાંચો :   Maharashtra news: નાસિકમાં હિન્દુ સંગઠન દ્વારા કાઢવામાં આવેલા સરઘસ દરમિયાન બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ; પોલીસને કરવી પડી દરમિયાનગીરી; જુઓ વિડીયો.. 

બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના ( bilateral cooperation ) વિવિધ પાસાઓ અને ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More