News Continuous Bureau | Mumbai
India Maldives : ભારતનાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર( S. Jaishankar ) અને માલદીવનાં વિદેશ મંત્રી શ્રી મૂસા ઝમીરે ( Moosa Zameer ) 2024-2029નાં ગાળા દરમિયાન માલેમાં 9 ઓગસ્ટનાં રોજ બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારીની ચર્ચાનાં ભાગરૂપે માલેનાં 1000 અધિકારીઓનાં ક્ષમતા નિર્માણ માટે સમજૂતીકરાર (એમઓયુ)નું નવીનીકરણ કર્યું હતું.
વિદેશ મંત્રાલયનાં માર્ગદર્શન હેઠળ નેશનલ સેન્ટર ઑફ ગુડ ગવર્નન્સ એનસીજીજીજીએ બાંગ્લાદેશ, તાન્ઝાનિયા, ગામ્બિયા, માલદિવ્સ, શ્રીલંકા અને કંબોડિયાનાં સનદી અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે, જેમાં લેટિન અમેરિકન દેશો અને એફઆઇપીઆઇસી/આઇઓઆર દેશો માટે બહુદેશીય કાર્યક્રમો સામેલ છે.
ક્ષમતા નિર્માણની પહેલના ભાગરૂપે ભારત સરકારનાં નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ ( NCGG ) અને પ્રજાસત્તાક માલદિવ્સનાં સિવિલ સર્વિસ કમિશન વચ્ચે 8 જૂન, 2019નાં રોજ માલદીવનાં 1000 સનદી અધિકારીઓ ( civil servants ) માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો માટે સમજૂતીકરાર (એમઓયુ) થયાં હતાં.
વર્ષ 2024 સુધીમાં નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ ( એનસીજીજી ) એ માલદિવનાં સરકારી અધિકારીઓ માટે ફિલ્ડ એડમિનિસ્ટ્રેશનમાં કુલ 32 ક્ષમતા નિર્માણ કાર્યક્રમો માટે માલદીવનાં સ્થાયી સચિવો, મહાસચિવો અને ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિઓ સહિત કુલ 1000 સનદી અધિકારીઓને તાલીમ આપવાની કામગીરી પૂર્ણ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ભ્રષ્ટાચાર વિરોધી પંચ (એસીસી) માટે એક કાર્યક્રમ અને માલદીવની ઇન્ફોર્મેશન કમિશન ઓફિસ (આઇસીઓએમ) માટેનો એક કાર્યક્રમ સામેલ છે.
આ સમાચાર પણ વાંચો: India Partition: વિભાજન સમયે ભારતે વેઠેલી યાતાનાઓને યાદ કરાવતું ચિત્ર પ્રદર્શન, આ તારીખ સુધી લોકો લઈ શકશે નિ:શુલ્ક મુલાકાત.
આ જોડાણની સફળતાને માન્યતા આપીને માલદીવનાં વિદેશી બાબતોના મંત્રાલયે આ એમઓયુને વધુ પાંચ વર્ષ માટે નવેસરથી શરૂ કરવાની વિનંતી કરી હતી. 9 ઓગસ્ટ, 2024ના રોજ, એમઓયુનું સત્તાવાર રીતે નવીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં 2029 સુધીમાં માલદીવના વધુ 1,000 સનદી અધિકારીઓને તાલીમ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ નવેસરથી ભાગીદારી જાહેર નીતિ, શાસન અને ફિલ્ડ એડમિનિસ્ટ્રેશનમાં માલદીવના સનદી અધિકારીઓની ક્ષમતાઓને વધારવાનું ચાલુ રાખશે, જેનાથી ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે.
નેશનલ સેન્ટર ઑફ ગુડ ગવર્નન્સ (એનસીજીજી) કેટલાંક દેશોમાં જાહેર નીતિ અને શાસન પર જ્ઞાનનાં આદાન-પ્રદાન અને જોડાણને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે. તેના મધ્ય-કારકિર્દી ક્ષમતા નિર્માણ કાર્યક્રમો નાગરિક-કેન્દ્રિત શાસન, સેવાની ડિલિવરીમાં સુધારો કરવા અને શાસનમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે. આ કાર્યક્રમો નાગરિકોનાં ડિજિટલ સશક્તીકરણ અને સંસ્થાઓનાં ડિજિટલ પરિવર્તનમાં ભારતની શ્રેષ્ઠ પદ્ધતિઓ પણ પ્રદર્શિત કરે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.