India-Maldives Row: ભારત માલદીવ વિવાદ વચ્ચે EaseMyTrip એ ભારત પ્રવાસનને આપ્યું પ્રોત્સાહન અને લોકોને આપ્યો આ ખાસ સંદેશ.. જાણો શું છે આ સંદેશ..

India-Maldives row: માલદીવ મુદ્દે હાલ વાતાવરણ ગરમાયું છે. તમામ એજન્સીઓ, ફલાઈટ અને હોટલોએ પોતાના બુકીંગો રદ્દ કરી રહ્યા છે. ત્યારે EaseMyTrip એક વોટ્સએપ સંદેશ મોકલી પોતાની વાત રજૂ કરી હતી.

by Bipin Mewada
India-Maldives row For us country first, business after.. EaseMyTrip sent this special message to people amid Maldives controversy.

News Continuous Bureau | Mumbai 

India-Maldives row: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતને લઈને માલદીવના મંત્રીઓ ( Maldivian Ministers ) અને સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને લઈને હાલ બન્ને દેશો વચ્ચે વાતાવરણ ગરમાયું છે. તેમ જ માલદીવના બહિષ્કારની ચાલી રહેલી માંગ વચ્ચે ઘણી ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓએ ( Online travel agencies ) માલદીવની મુસાફરી બંધ કરી દીધી છે. તેમ જ માલદીવ ( Maldives ) જતી ફ્લાઈટ્સ અને હોટેલ બુકિંગ પણ રદ કરવામાં આવ્યા છે. દરમિયાન EaseMyTrip, ખાસ કરીને, આ મુદ્દા પર ખૂબ અવાજ ઉઠાવી રહી છે. 

EaseMyTrip તાજેતરમાં મુસાફરી માટે વિશેષ ડિસકાઉન્ટ કોડ સાથે અને હવે WhatsApp મેસેજ ( WhatsApp message ) દ્વારા લોકોને સંદેશો મોકલ્યો હતો. ટ્રાવેલ કંપનીએ ‘નેશન ફર્સ્ટ, બિઝનેસ લેટર’ શીર્ષક હેઠળની સત્તાવાર સંદેશામાં જણાવ્યું હતું કે, ‘અમને ભારતના સુંદર બીચ પર ખૂબ ગર્વ છે. આપણા દેશમાં 7500 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે, જેમાં લક્ષદ્વીપ, આંદામાન, ગોવા, કેરળ જેવા અદ્ભુત સ્થળોનો સમાવેશ થાય છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘માલદીવના કેટલાક મંત્રીઓ દ્વારા ભારત, ભારતીયો અને આપણા માનનીય વડાપ્રધાન વિશે તાજેતરમાં કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીઓના જવાબમાં અમે આ વલણ અપનાવ્યું છે.’

India-Maldives row For us country first, business after.. EaseMyTrip sent this special message to people amid Maldives controversy.

India-Maldives row For us country first, business after.. EaseMyTrip sent this special message to people amid Maldives controversy.

 

8 જાન્યુઆરીથી માલદીવની તમામ ટ્રાવેલ બુકિંગ ( Travel booking ) અનિશ્ચિત રૂપે સ્થગિત કરી દીધી છે: EaseMyTrip

EaseMyTrip એ કહ્યું હતું કે, ‘8 જાન્યુઆરીથી અમે માલદીવની તમામ ટ્રાવેલ બુકિંગ અનિશ્ચિત રૂપે સ્થગિત કરી દીધી છે. અમારા માટે દેશ નફો કરતા ઉપર છે. સોશિયલ મીડિયા પર તમારું સમર્થન દેશ પ્રત્યેનો અમારો પ્રેમ દર્શાવે છે. ચાલો આ યાત્રામાં એકજૂટ રહીએ. EaseMyTrip એ એવી કંપનીઓમાં સામેલ છે જેણે લક્ષદ્વીપ અંગેના વિવાદ પછી તરત જ માલદીવ માટે બુકિંગ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. આ અંગે લોકો દ્વારા તેમની પ્રશંસા પણ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  Vibrant Gujarat Global Summit 2024: દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે ઇન્ડિયા-યુએઇ બિઝનેસ સમિટ યોજાઇ

નોંધનીય છે કે, લક્ષદ્વીપ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત દરમિયાન ક્લિક કરેલી તસવીરો શેર કરી. તેમણે અહીં પ્રવાસનને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે લોકોએ લક્ષદ્વીપની મુલાકાત લેવી જોઈએ. કેટલાક લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશના સુંદર દરિયાકિનારાની તુલના માલદીવના દરિયાકિનારા સાથે કરી હતી. જેના કારણે માલદીવના કેટલાક નેતાઓ નારાજ થયા હતા.

દરમિયાન, માલદીવના ડેપ્યુટી મિનિસ્ટર મરિયમ શિયુના એવા નેતાઓમાં સામેલ હતા જેમણે વડા પ્રધાન મોદી વિશે વાંધાજનક ટીપ્પણી જ નહીં પરંતુ ભારતની મજાક પણ ઉડાવી હતી. માલદીવના અન્ય બે મંત્રીઓ અને અધિકારીઓએ પણ આવું જ કંઈક કર્યું હતુ. આ પછી સોશિયલ મીડિયા પર માલદીવનો બહિષ્કાર શરૂ થયો હતો. માલદીવે પણ તરત જ આ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા અને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે દેશના આ ત્રણેય નેતાઓના નિવેદનોને સમર્થન આપતું નથી.

Join Our WhatsApp Community

You may also like