News Continuous Bureau | Mumbai
India Maritime Heritage Conclave 2024: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવે ઇન્ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્ક્લેવ 2024માં પેવેલિયનનું પ્રદર્શન કર્યું

India Maritime Heritage Conclave 2024 held at Yashobhumi – Dwarka, from 11-12 December 2024
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી ( Dadra and Nagar Haveli ) અને દમણ અને દીવ (ડીએનએચ એન્ડ ડીડીનો કેન્દ્રશાસિત પ્રદેશ)એ 11-12 ડિસેમ્બર, 2024ના રોજ યશોભૂમિ, દ્વારકા, દિલ્હી ખાતે યોજાયેલા ઇન્ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્ક્લેવ 2024માં ભાગ લીધો હતો. જેમાં તેના દરિયાઇ વારસાને ઉજાગર કરવા અને માળખાગત વિકાસમાં ઉલ્લેખનીય પ્રગતિને ઉજાગર કરવા માટે સમર્પિત પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું હતું. છેલ્લાં દાયકા દરમિયાન આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનાં જુસ્સાદાર નેતૃત્વ અને સમર્પિત કટિબદ્ધતાને કારણે કેન્દ્રશાસિત પ્રદેશમાં ( Daman and Diu ) 360 ડિગ્રીનું પરિવર્તન થયું છે. તેમજ નવા ભારત અને સ્વચ્છ ભારતનાં વિઝનને સાકાર કરવા માટે તે પોતાની કર્તવ્ય યાત્રા ચાલુ રાખે છે.

India Maritime Heritage Conclave 2024 held at Yashobhumi – Dwarka, from 11-12 December 2024
આ સમાચાર પણ વાંચો : D Gukesh World Chess Championship: ગુકેશ ડીએ વિશ્વ ચેસ ચેમ્પિયન બની રચ્યો ઇતિહાસ!! PM મોદીએ તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવતા શેર કરી આ પોસ્ટ..
વહીવટકર્તા પ્રફુલ પટેલના અથાગ પ્રયાસોને કારણે કેન્દ્ર શાસિત પ્રદેશનું વહીવટીતંત્ર ડીએનએચ એન્ડ ડીડીને પશ્ચિમ વિસ્તારમાં અગ્રણી પ્રવાસન સ્થળ અને ઉચ્ચ શિક્ષણ કેન્દ્ર તરીકે સ્થાન આપવાનું લક્ષ્ય ધરાવે છે તથા કેન્દ્ર શાસિત પ્રદેશે છેલ્લાં 8 વર્ષમાં વૈશ્વિક કક્ષાનું માળખું વિકસાવ્યું છે, જેણે સંપૂર્ણ વિકાસને ઝડપથી વેગ આપ્યો છે.

India Maritime Heritage Conclave 2024 held at Yashobhumi – Dwarka, from 11-12 December 2024
ભારત સરકારના બંદર ( Maritime heritage ) , શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે ડીએનએચએન્ડડીના પેવેલિયનની ( India Maritime Heritage Conclave 2024 ) મુલાકાત લીધી હતી. તેમણે પરિવર્તનકારી વિકાસ માટેનાં પ્રયાસો બદલ કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રશંસા કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ ડીએનએચ એન્ડ ડીડીના પ્રતિનિધિમંડળે દમણ અને દીવમાં ચાલી રહેલા જીર્ણોદ્ધારના કાર્યો પર ભાર મૂકતા પ્રદેશના જીવંત દરિયાઇ વારસા વિષે માહિતી પણ આપી હતી.

India Maritime Heritage Conclave 2024 held at Yashobhumi – Dwarka, from 11-12 December 2024
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.