કોરોનાની ત્રીજી લહેરની શક્યતાનું સંકટનો સામનો કરી રહ્યું છે ભારત બીજી લહેરમાં કોરોનાનું વિકરાળ રુપ જોઈ ચૂક્યું છે.
ભારતમાં ભલે સરકારી આંકડાના હિસાબે લગભગ 4 લાખથી વધારે લોકોના મોત થયા હોય પણ અમેરિકાની રિપોર્ટ મુજબ 10 ગણા વધારે હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અમેરિકામાં શોધ ગ્રુપના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોના મહામારીથી 34થી 47 લાખ મોત થયા છે. શોધકર્તાઓનું કહેવું છે કે હકીકતમાં મોતનો આંકડો અનેક મિલિયન થઈ શકે છે.
જો આ આંકડા સાચા હોય તો ભારતમાં આઝાદી બાદ આ સૌથી મોટી જાનહાની માનવામાં આવશે. સ્ટડીમાં ગત વર્ષ અને આ વર્ષે થયેલા મોતના આંકડાઓનું એનાલિસિસ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ પ્રકારે લાખોના મોતનો દાવો ફ્રાંસના રિસર્ચ ઇંસ્ટિટયૂટ ફોર ડેવલપમેંટ દ્વારા કરાયો હતો.
