News Continuous Bureau | Mumbai
UP વિધાનસભા ચૂંટણીમાં બુલડોઝર(bulldozer 0નો ડંકો ઘણો વાગી રહ્યો છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ બુલડોઝર(bulldozer)ના એક્શન સામે મૌલાના અશરદ મદનીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
મૌલાના અશરદ મદનીના નિર્દેશ પર જમીઅત ઉલમા-એ-હિંદે(Jamiat Ulama-e-Hind) સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બુલડોઝર વાળી કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે બીજેપી શાસિત રાજ્યોમાં અપરાધ રોકવાની આડમાં અલ્પસંખ્યકો ખાસ કરીને મુસલમાન સામે ખતરનાક રાજનીતિ શરૂ થવાની છે.
સાથે જ અરજીમાં માંગણી કરવામાં આવી છે કે કોર્ટ એવો આદેશ પાસ કરે જેનાથી કોઇનું ઘર કે દુકાન તોડવામાં ના આવે.
ઉલ્લેખનીય છે કે હાલમાં રામનવમીના દિવસે મધ્ય પ્રદેશના ખરગોનમાં જુલુસ દરમિયાન રમખાણો થયા હતા. આ પછી રાજ્ય સરકારના આદેશથી એકતરફી કાર્યવાહી કરતા મુસલમાનોના ઘર અને દુકાનો તોડી પાડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : સાચવજો, કોરોના ગયો નથી.. આ ભાજપ શાસિત રાજ્યના સાત જિલ્લાઓમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું..