Site icon

છેલ્લા 9 વર્ષમાં ભારતની ફાર્મા નિકાસમાં 125% થી વધુનો વધારો થયો, આ યોજના હેઠળ અધધ 21,861 કરોડનું થયુ રોકાણ

PLI યોજનાઓ હેઠળ રૂ. 21,861 કરોડનું રોકાણ

India’s Pharma Exports Grow By Over 125 percent In Last 9 Years

છેલ્લા 9 વર્ષમાં ભારતની ફાર્મા નિકાસમાં 125% થી વધુનો વધારો થયો, આ યોજના હેઠળ અધધ 21,861 કરોડનું થયુ રોકાણ

News Continuous Bureau | Mumbai

ભારતે દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની નિકાસમાં એક મુખ્ય સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેણે છેલ્લા નવ વર્ષમાં 125 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે 2013-14માં રૂ. 90,415 કરોડથી વધીને 2022-23માં રૂ. 2,04,110 કરોડ થઈ છે. ભારતની કુલ નિકાસમાં ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સનો હિસ્સો 5.71 ટકા છે.

Join Our WhatsApp Community

લગભગ 200 દેશો અને પ્રદેશોમાં નિકાસ કરતી દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સના જથ્થાના સંદર્ભમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે, જેમાં ટોચના 5 દેશો યુનાઇટેડ સ્ટેટ્સ, બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ અને બ્રાઝિલ છે.

ભારત વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે, જે વૈશ્વિક રસીના ઉત્પાદનમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. ભારત વિશ્વમાં ઓછી કિંમતની રસીઓના સૌથી મોટા સપ્લાયર્સ પૈકી એક છે અને વૈશ્વિક સ્તરે જેનરિક દવાઓનો સૌથી મોટો પ્રદાતા છે, જે વૈશ્વિક પુરવઠાના 20% હિસ્સો ધરાવે છે. વધુમાં, ભારતે રસી મૈત્રી પહેલ હેઠળ વિશ્વભરના લગભગ 100 દેશોને (19 મે, 2023 સુધીમાં) 298 મિલિયનથી વધુ કોવિડ-19 રસીઓ સપ્લાય કરી છે.

આ સમાચાર પણ વાંચો : Manipur violence : મણિપુરમાં ફરી હિંસા ભડકી, આ ગામમાં મોડી રાતે થયેલી ફાયરિંગમાં 9ના મોત, અનેક ઘાયલ…

ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સની નિકાસ

ભારત સરકારે આત્મનિર્ભરતા હાંસલ કરવા, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રમાં મોટા રોકાણને આકર્ષવા માટે ત્રણ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાઓ શરૂ કરી છે. જેમાં બલ્ક ડ્રગ્સ (2020), મેડિકલ ડિવાઇસીસ (2020) અને ફાર્માસ્યુટિકલ્સ (2021)નો સમાવેશ થાય છે.

નીચે આપેલ કોષ્ટક PLI યોજનાઓ (માર્ચ 2023 સુધી) હેઠળ મેળવેલ રોકાણો દર્શાવે છે:

ક્રમાંક                  પીએલઆઈ યોજના     મેળવેલ રોકાણ(રકમ કરોડમાં)

  1.                               બલ્ક ડ્રગ્સ                  2405.69
  2.                       મેડિકલ ડિવાઈસીસ            837.23
  3.                           ફાર્માસ્યુટિકલ્સ           18618.09

કુલ                                            21,861

Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
New Traffic Challan Rules: ચલણ ભરતા પહેલા આ સમાચાર જરૂર વાંચજો! ટ્રાફિક દંડને ઓનલાઇન પડકારવાની સુવિધા શરૂ; જાણો પુરાવા તરીકે કયા ડોક્યુમેન્ટ્સ રાખવા પડશે સાથે.
PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
IMD Weather Alert:વરસાદ અને કરાનો ડબલ એટેક! દિલ્હી-યુપીમાં બદલાયો મિજાજ, વાવાઝોડા સાથે ત્રાટકશે આફત; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Exit mobile version