News Continuous Bureau | Mumbai
ટેક્નોલોજીએ પુરા વિશ્વને બદલી નાખ્યું છે. તમામ બાબતો હવે સ્માર્ટ થઈ ગઈ છે. ત્યારે દેશના નાગરિકોને વધુ સુવિધા ઉપલબ્ધ કરવાને ઈરાદે હવે નિયમિત પાસપોર્ટને બદલે ઈ-પાસપોર્ટ આપવામાં આવવાનો છે.
તાજેતરમાં રાજ્યસભામાં 2022ની સાલમાં ઈ-પાસપોર્ટ આપવાના હતા, તે યોજના બાબતે સવાલ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા કેન્દ્રીય પરરાષ્ટ્ર રાજ્યમંત્રી વી. મુરલીધર ને કહ્યું હતું કે 2022-23ની શરૂઆતમાં નાગરિકોને ઈ-પાસપોર્ટ આપવાનું ચાલુ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસની તપાસના તાર કોંગ્રેસનાં આ દિગ્ગજ નેતા સુધી પહોંચ્યા, ED કરી રહી છે પૂછપરછ… જાણો વિગતે
રિપોર્ટ મુજબ ઈ પાસપોર્ટ એક કમ્બાઈન્ડ કાગળ અને ઈલેક્ટ્રોનિક પાસપોર્ટ હશે. જેમાં એમ્બેડેડ રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટીફીકેશન (RFID) ચિપ અને એન્ટી બૅક કવરમાં એમ્બેડેડ કરેલો હશે. પાસપોર્ટની મહત્વની માહિતી ડેડા પેજ પર પ્રિન્ટ થવાની સાથે જ ચિપમાં પણ સ્ટોર થશે. એટલું જ નહીં પણ 15થી 20 દિવસને બદલે હવે પાસપોર્ટ ફક્ત સાત દિવસમાં મળશે.
પરરાષ્ટ્ર મંત્રાલયે નેશનલ ઈંફોર્મેટિક્સ સેંટરને ઈ-પાસપોર્ટ આપવાની જવાબદારી સોંપી છે. ઈ-પાસપોર્ટને ઈંડિયા સિક્યોરીટી પ્રેસ, નાશિક દ્વારા તૈયાર કરવામાં આવશે. પ્રેસ દ્વારા ઓપરેટિંગ સિસ્ટમ સાથે 4.5 કરોડ ICAO કંપ્લાઈન્ટ ઈલેક્ટ્રોનિક ચિપ પણ ખરીદવાની છે. હાલ ઈ-પાસપોર્ટના સેમ્પલનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.