ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 જુલાઈ 2020
ભારતે 18 વર્ષ બાદ પહેલી વખત જૂનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારમાં 79 કરોડ ડોલરની પુરાંત નોંધાવી છે. આથી કહી શકાય કે આ વર્ષે નિકાસમાં સંકોચન થયું છે. જ્યારે આયાતમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ સ્થિતિ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે, ભારતની આંતરરાષ્ટ્રીય વેપારમાં આ સ્થિર લાંબો સમય નહીં ટકે. કારણ કે દેશમાં કામકાજ રાબેતા મુજબ ફરી શરૂ થતાની સાથે જ સ્થાનિક માંગ વધશે. જેને કારણે વિદેશોથી આપણી જરૂરિયાત નો સામાન આયાત કરવો પડશે.. આથી કહી શકાય કે વિદેશ વ્યાપારમાં હાલનો ટ્રેન્ડ લાંબો સમય નહીં ટકે. હા! નિષ્ણાંતોએ એક આશા જરૂર વ્યક્ત કરી છે કે, ભારતમાં વેપાર ખાધ ઓછી રહેશે અને કાબુમાં રહેશે..
ગયા માસ- જૂનમાં આપડી નિકાસ ઘટીને 12.40 ટકા થઇ ગઇ હતી. જ્યારે આયાતમાં 47.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. આપણે અત્યાર સુધી જે જે વસ્તુઓની નિકાસ કરી છે તેમાં, ખનીજ, લોખંડ, કૃષિ અને ફૂડ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ ની માંગ વધી છે.. વાત કરીએ આયાતની તો તેલ અને સોનાની માંગમાં ભારે ઘટાડો થયો છે. જ્યારે ઇલેક્ટ્રોનિક, પેટ્રોલીયમ પદાર્થોની આયાત નીચી રહી છે. પરંતુ કરવી તો પડી જ છે.. આ અંગે અર્થશાસ્ત્રીઓ નું કહેવું છે કે ચાલુ વર્ષે વેપાર પુરાંત નાણાકીય વર્ષ 2021 ના જૂન ત્રિમાસિક ની ચાલુખાતાની પુરાંત માં ગણાશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com