ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 મે 2020
ભારત હવે કોવિડ -19 ને લઈ એવા ટોપ 10 દેશોમા પહોંચી ગયો છે જયાં તે સૌથી ખરાબ દેશોમાં સામેલ છે. તાજેતરના થયેલાં ડેટાના વિશ્લેષણ મુજબ, શું ભારતમાં કોવિડ -19ના કેસનો બ્રાઝિલની પછીના સ્થાને પહોંચી જશે? કારણ કે આ રવિવારે ભારતમાં જેટલા કેસ નોંધાયા ત્યાં લગભગ 15 દિવસ પહેલા બ્રાઝિલ હતું અને રવિવારે એક જ દિવસમાં આખા દેશમાં 6344 જેટલા કોરોના વાયરસ રોગના કેસો નોંધાવી ભારતે ઇરાનને પાછળ મૂકી દીધું છે. આમ વધતાં જતાં મહારોગને કારણે ભારત 10 મુ સૌથી મોટું હોટ સ્પોટ બની ગયું છે, રવિવારે દેશમાં કુલ કોવિડ -19 કેસોની સંખ્યા 1,38,474 પહોંચી ગઈ હતી. આ સ્થિતિ રાષ્ટ્રીય લોકડાઉનના ચોથા તબક્કામાં ક્રમશ છૂટછાટ આપવા બાદની છે. જ્યારે આવનારા દિવસોમાં ચેપી રોગ વધારવાની સંભાવના હોવા છતાં, દેશમા હાલ કોરોનાના કેસ લગભગ 13 દિવસે બમણ થઈ રહયાં છે..