દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
દેશમાં છેલ્લાં 24 કલાકમાં માત્ર 18,088 કેસ સામે આવ્યા છે અને 264 દર્દીઓના મોત થયા છે.
છેલ્લાં 24 કલાકમાં 21,314 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે.
હાલ દેશમાં હવે 2.25 લાખથી ઓછા એક્ટિવ કેસ છે.
ભારતમાં રિકવરી દર વધીને 96.36% થયો છે.