ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે. એક માર્ચથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ બેગણા થવાની મર્યાદા 202.3 દિવસ થઈ ગઈ છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 47,262 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 275 દર્દીઓના મોત નીપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,17,34,058 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 23,907દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર ઘટીને 95.48% થયો છે.
હાલ દેશમાં 3,68,457 એક્ટિવ કેસ છે..
અત્યાર સુધીમાં કુલ 5,08,41,286 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે