News Continuous Bureau | Mumbai
દેશમાં ફરી એક વખત કોરોના(Corona virus) માથું ઉંચકી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2541 નવા કેસ નોંધાયા હતા. જેમાં દેશની રાજધાની દિલ્હીમાં(Delhi) કોરોનાના કેસમાં(Covid cases) વધારો થવાની સાથે જ હોમ આઈસોલેશન ના(home isolation) કેસમાં વધારો થયો છે. તો દેશભરમાં એક્ટિવ કેસની(Active case) સંખ્યા 16,000 ને પાર કરી ગઈ છે.
કોરોના વાયરસ ની ચોથી લહેરની શક્યતા વચ્ચે દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીની સાથે જ કર્ણાટકમાં પણ કેસમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં 11 મી એપ્રિલે કોરોનાના કેસની સંખ્યા 447 હતી, તો 24 મી એપ્રિલના વધીને 2812 પર પહોંચી ગઈ છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 16,522 થઈ ગઈ છે. દેશમાં 24 કલાક દરમિયાન 30થી વધુ દર્દીના મોત થયા હતા.કોરોના વાયરસના ઓમાઈક્રોનના(Omicron) વેરિયન્ટા સબ વેરિયન્ટના(Subvariant) કેસ વધતા આ સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : દેશમાં આ લોકો લઈ રહ્યાં છે ત્રીજો ડોઝ. સામાન્ય નાગરીકોમાં રસી પ્રત્યે ઉદાસીનતા. જાણો કેટલા લોકોએ ત્રીદો ડોઝ લીધો.
નિષ્ણાતો સતત કોરોના ની ચોથી લહેરની(Covid fourth wave) શક્યતાને નકારી રહ્યા છે. પરંતુ છેલ્લા થોડા દિવસથી કેસ વધી રહ્યા છે. કર્ણાટક સરકારે ચોથી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમ જ કોરોના પ્રતિબંધોને(Restriction) પણ લાગુ કરી દીધા છે. માસ્ક પહેરવાથી(Covid masks) લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ(Social distancing) રાખવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.