ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જાન્યુઆરી 2022
શનિવાર.
ભારતમાં કોરોના વાયરસમાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 40થી વધારે નવા કસ સામે આવ્યા છે. 7 મહિના બાદ સતત બીજી વખત નવા કેસ 1 લાખથી વધારે મળ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,41,986 નવા કેસ નોંધાયા છે અને 285 લોકોના મોત થયા છે. એટલે કે દેશમાં ગઈકાલની તુલનાએ આજે 21 ટકા વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે 1.30 લાખ કેસ નોંધાયા હતા.
હવે દેશમાં સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 3,53,68,372 થઈ ગઈ છે. એક અઠવાડિયા પહેલા જે કેસ 22 હજારની આસપાસ હતા તે માત્ર એક સપ્તાહમાં 6 ગણાથી વધુ વધીને 1.5 લાખની નજીક પહોંચી ગયા છે. દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે છેલ્લા 24 કલાકમાં કુલ 40,895 દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,44,12,740 થઈ ગઈ છે. ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 4,72,169 છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 1,00,806 નો વધારો થયો છે.
ઈટાલીથી આવેલી ફ્લાઇટમાં સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ, આટલા મુસાફરો આવ્યા પોઝિટિવ; જાણો વિગતે
ચિંતાની વાત એ છે કે માત્ર પાંચ રાજ્યોમાં જ કોરોનાના કેસ એક લાખની નજીક પહોંચી ગયા છે. સૌથી વધુ કેસ સાથે મહારાષ્ટ્ર ટોચના પાંચ રાજ્યોમાં ટોચ પર છે, જ્યાં 40,925 નવા કેસ મળી આવ્યા છે. આ પછી પશ્ચિમ બંગાળમાં 18,213 કેસ, દિલ્હીમાં 17,335 કેસ, તમિલનાડુમાં 8,981 અને કર્ણાટકમાં 8,449 કેસ નોંધાયા છે.